Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ક્રિષ્ના ગરબી મંડળ

રાજકોટ : આજથી આસોની અજવાળી રાત નવરાત્રીનો શુભારંભ થયો છે. શહેરની ૫૦૦થી વધુ પ્રાચીન ગરબી મંડળોમાં દુહા - છંદ, લોકગીત અને ગરબાના માધ્યમથી રાસની રમઝટ જામશે. ક્રિષ્ના ગરબી મંડળ શહેરના ગ્રીન પાર્ક સોસાયટી, ટાંકાની પાસે, ક્રિષ્ના ચોક ખાતે છેલ્લા ૮ વર્ષથી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ક્રિષ્ના ગરબી મંડળની બાળાઓ ટેપના માધ્યમથી અવનવા રાસની તાલીમ લીધી છે. ક્રિષ્ના ગરબી મંડળની બાળાઓનો ચોટીલા ડુંગરે ખંજરી રાસ, ટીપ્પણી રાસ, કરતાલ રાસ, તલવાર રાસ સહિતના રાસ ભારે આકર્ષણ જગાવશે. ક્રિષ્ના ગરબી મંડળના આયોજનને દિપાવવા સંજયભાઈ બકુતરા, નિલેશભાઈ મારૂ, દિપકભાઈ દોંગા, સુરેશભાઈ ટીલાળા, હિતેશભાઈ દરજી સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:33 pm IST)