Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

પડધરીના નાના ઈંટાળા પાસે આવેલા ડોંડી ડેમ ના ૪ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવ્યા

પાંભર ઇટાળા લક્ષ્મી ઈટળા નાના ઇટાળા અને હિદળ ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના

રાજકોટ :રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ઇટાળા ગામ પાસે આવેલ ડોંડી ડેમના ૪ દરવાજા ૩ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક ચાલુ છે ત્યારે ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા પાંભર ઇટાળા લક્ષ્મી ઈટળા નાના ઇટાળા  અને હિદળ ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે

(9:32 pm IST)