Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ન્યારી-ર ડેમના દરવાજા બે ફટ ખોલવામાં આવ્યા

પડધરી તાલુકાના ગોવિંદપુર ખામટા રામપર અને વણપરી ગામના લોકોએ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના

રાજકોટ:રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી - ૨ ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપુર ખામટા રામપર અને વણપરી ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે

(8:25 pm IST)