Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

મવડીમાં જીગાને બાએ કામે જવાનું કહી લાફા મારતાં ફિનાઇલ પી ગયો

અન્‍ય બનાવમાં પત્‍નિએ માવતરે જઇ કેસ કરતાં માયાણીનગરના જીજ્ઞેશ ઠાકરે ઝેરી પ્રવાહી પીધું

રાજકોટ તા. ૧૦: મવડીના ધરમનગરમાં રહેતાં જીજ્ઞેશ ઉર્ફ જીગો મુકેશભાઇ જાદવ (ઉ.૨૨) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. જીગાના સાગના કહેવા મુજબ તેના પિતા હયાત નથી. જીગો કામ ધંધે જતો ન હોઇ તેના માતા કંચનબેને કામે જવાનું કહી બે લાફા મારી દેતાં તેણે ફિનાઇલ પી લીધું હતું. અગાઉ પણ તેણે હાથમાં બ્‍લેડના છેકા મારવાનો પ્રયાસ કર્યો હતો.અન્‍ય બનાવમાં ન્‍યુ માયાણીનગર-૨માં રહેતાં જીજ્ઞેશભાઇ જગદીશભાઇ ઠાકર (ઉ.૩૬) નામના યુવાને ગૂડનાઇટ લિક્‍વીડ પી લેતાં સિવિલમાં સારવાર અપાવી ખાનગીમાં ખસેડાયા છે. બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જીજ્ઞેશભાઇ બેંકમાં નોકરી કરે છે અને તેના લગ્ન મોરબીની કૃપા સાથે થયા છે. પત્‍નિ હાલ માવતરે રિસામણે છે અને ત્‍યાં જઇ કેસ કરતાં જીજ્ઞેશભાઇએ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

 

(3:44 pm IST)