Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કેબલ કનેકશનના હિસાબ બાબતે સંચાલક નરેશભાઇ પર અશોકે તલવાર ઉગામી

રૈયાધાર મફતીયાપરામાં બનાવઃ કેબલ કનેકશનના હિસાબ બાબતે માથાકુટઃ યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૦: રૈયાધાર મફતીયા પરામાં ધરમનગર વિસ્‍તારના કેબલ કનેકશનના હિસાબ બાબતે સંચાલક સાથે માથાકુટ કરી તેની સાથે કામ કરતા શખ્‍સે તલવાર ઉગામી ઢીકાપાટુનો માર મારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાવલનગર શેરી નં. ૧ માં રહેતા નરેશભાઇ પ્રતાપભાઇ બુંદેલા (ઉ.વ.પ૩) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં રૈયાધારમાં રહેતો અશોક વાઘ સામે ફરીયાદ નોંધાવી છે. નરેશભાઇ ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે વિજયભાઇ માધવજીભાઇ પાડલીયા સાથે ભાગીદારીમાં કેબલ કનેકશનનો વ્‍યવસાય કરે છે અને ધરમનગર વિસ્‍તારમાં અશોક વાઘ પોતાનું કેબલ કનેકશનનું કામ સંભાળે છે. ગઇકાલે ભાગીદાર વિજયભાઇએ પોતાને કહેલ કે આપણે ધરમનગર વિસ્‍તારનો હીસાબ અશોક વાઘ પાસેથી છેલ્લા પોણા બે વર્ષનો લેવાનો છે અને તે મારા ફોન ઉપાડતો નથી જેથી તમે તેના ઘરે જઇ હિસાબ લેતા આવો તેમ વાત કરતા પોતે રૈયાધાર ખાતે અશોક વાઘના ઘરે હિસાબ લેવા ગયો ત્‍યારે તે ઘરે હાજર ન હતો. ત્‍યાં તેની પત્‍નીએ અશોક રામાપીર ચોકડી તરફ ગયો હોવાનું જણાવતા પોતે રામાપીર ચોકડી બાજુ ગયા ત્‍યારે અશોક ત્‍યાં મળ્‍યો નહી બાદ પોતે તેને ફોન કરતા અશોકે કહેલ કે હું અત્‍યારે ઘરે છુ તમે ઘરે આવો તેમ કહેતા પોતે રૈયાધાર ખાતે તેના ઘરે જતા ત્‍યાં પોતાને જોઇને અશોકે કહેલ કે, તારે હિસાબ જોતો છે તેમ કહી તેણે તલવાર ઉગામતા પોતે તલવાર પકડી લીધી હતી અને અશોકે પોતાને ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. બી.આઇ.ગોહીલે તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)