Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ગો સંસ્‍કૃતિ અંગે કાલે વેબીનાર

રાજકોટ : બંસી ગીર ગૌશાળાના ગોપાલભાઇ સુતરીયા દ્વારા આજે તા. ૧૦ ના શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે ગૌ-સંસ્‍કૃતિ અંગે વેબીનાર યોજવામાં આવ્‍યો છે. જેમાં ગૌ સેવા અને ગૌ આધારીત ખેતી પધ્‍ધતિ તેમજ આયુર્વેદીક જીવનશૈલી, આયુર્વેદના વિજ્ઞાનિક પાસાઓ, ગૌ આધારીત અર્થવ્‍યવસ્‍થા જેવા મુદ્દાઓ પર છણાવટ કરાશે. આ વેબીનાર દરમિયાન ગૌ સંસ્‍કૃતિ આધારીત પુસ્‍તિકાનું વિમોચન પણ કરાશે. રોટરી કલબ અમદાવાદ સર્વમ આરઆઇડી અને લસ્‍સી ટોકસના સહયોગથી આયોજીત આ વેબીનાર આર્ટ ઓફ લીવીંગની શ્રી શ્રી ગૌશાળા ખાતે રાખેલ છે. જેમાં ડો. ગીતીકા સુલજા અને સી.એ. ચિંતન વ્‍યાસ  દ્વારા વેબીનાર હોસ્‍ટ કરવામાં આવશે.

(3:40 pm IST)