Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ મહેશ વાણીયા સસ્‍પેન્‍ડ

(હસમુખ વસાણી દ્વારા)સાણથલી તા. ૧૦ : ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુ.જાતિ મોરચા, રાજકોટ જિલ્લા ભાજપ અને રાજકોટ જિલ્લા અનુ.જાતિ મોરચાની જાણ મુજબ રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશ વાણિયા સાથે વારંવાર અશિસ્‍તભર્યા વર્તનને ધ્‍યાને લઈને રાજકોટ જિલ્લા ભાજપની સૂચના મુજબ તથા જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા રાજકોટ જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના ઉપપ્રમુખ અશોક બથવારને ઉપપ્રમુખની જવાબદારીમાંથી આજ રોજ સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે અને આજ રોજ રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે જામકંડોરણાના અશોકભાઈ બગડાની નિમણુંક કરવામાં આવેલ છે,અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ ચાર મહિના પહેલા અશોક બથવાર દ્વારા જિલ્લા મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશ વાણિયા સાથે ખરાબ વર્તન કરવામાં આવેલ ત્‍યારે પાર્ટી દ્વારા તેઓને શિસ્‍તમાં રહેવા સૂચના આપેલ હતી છતાં પાર્ટીની સૂચનાનું ઉલ્લંઘન કરીને ફરી વખત ગેરશિસ્‍તભર્યું વર્તન કરવાને કારણે ભારતીય જનતા પાર્ટીના પ્રોટોકોલ મુજબ અશોક બથવારને જિલ્લા મોરચાના ઉપપ્રમુખ પદેથી પાર્ટી દ્વારા સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

(3:39 pm IST)