Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

પાસપોર્ટ સબંધી અરજદારોને પરેશાનીઃ કચેરીની ઓચિંતી મુલાકાત લેતા રામભાઇ

પૂરતી સુવિધા આપવા તાકિદઃ ઓછા સ્‍ટાફની કેન્‍દ્રમાં રજુઆત કરાશે

રાજયસભાના સભ્‍ય રામભાઇ મોકરીયા તથા તેમના અંગત મદદનીશ એ.વી.વાઢેરએ રાજકોટ ખાતે પાસપોર્ટ કચેરીની મુલાકાત લઇ અધિકારીઓ અને અરજદારો સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીર.
રાજકોટ,તા.૧૦: રાજકોટ ખાતે આવેલી પાસપોર્ટ ઓફીસ બાબતે સંસદસભ્‍ય શ્રી રામભાઇ મોકરીયાને અવાર નવાર મૌખીક તેમજ રૂબરૂમા પાસપોર્ટ બાબતે ઘણી ફરીયાદો આવતી હતી. જે બાબતે તેમણે તેમજ તેમના પી એ.શ્રી એ.વી.વાઢેર (નિવૃત અધિક કલેકટર) સાથે મુલાકાત લઇ ત્‍યાં હાજર પાસપોર્ટ ઓફિસમાં સીનીયર સુપરીન્‍ટેન્‍ડન્‍ટ અને ઇન્‍ચાર્જ એ.પી.ઓ. શ્રી રામમોહન મીના તથા પાસપોર્ટ વેરિફિકેશન ઓફિસર શ્રી અભિષેકકુમાર અને સુનીલકુમાર સાથે ચર્ચા કરી હતી.
અરજદારોએ જણાવેલ કે પાસપોર્ટ ઓફીસ બહાર બેસવાની જગ્‍યા નથી તેમજ પાણીની સુવિધા નથી તેમજ બહાર હેલ્‍પ ડેસ્‍ક સુવિધા નથી જેથી સાચી અને ચોક્કસ માહિતી મળતી નથી તેમજ પાસપોર્ટ વેરીફીકેશનમાં ખુબ સમય લેવામાં આવે છે ઝડપી કામગીરી જરૂરી છે. હાજર અધિકારીને રૂબરૂ મળતા તેમજ સ્‍ટાફની વિગત પૂછતા જાણવા મળેલ છે કે  ૮ આઠ અધિકારી/ કર્મચારીની મંજુર જગ્‍યા છે અને હાલમાં ૩ (ત્રણ) ઓફિસર છે  જેને કારણે કામગીરીમાં વિલંબ થાય છે આ બાબતે શ્રી રામભાઇ મોકરીયાએ કેન્‍દ્ર કક્ષાએ રજુઆત કરીને ઉકેલ લાવવામાં આવશે તેવુ જણાવેલ.પાસપોર્ટ ઓફિસમાં ટી.સી.એસ(ટાટ કન્‍સલ્‍ટન્‍સી) કંપનીને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરની કામગીરી આપેલ છે. તેમના જવાબદાર અધિકારીને  પણ યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા સુચના આપી છે. તેમ રામભાઇના કાર્યાલયની યાદી જણાવે છે.

 

(3:36 pm IST)