Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

માસ્‍તર સોસાયટીના ખુણે ઉભા રહેતા કડીયા કારીગર ભાઇઓના પ્રશ્‍ને સોમવારે રેલી સ્‍વરૂપે પોલીસ કમિશ્‍નરને કરાશે રજુઆત

રાજકોટ તા. ૧૦ : ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટર પાસે કામ મેળવવા ઉભા રહેતા કડીયા કારીગર ભાઇઓ સામે આસપાસની સોસાયટીના લોકો અવરોધ ઉભો કરતા હોય આ બાબતે ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજ સમસ્‍તના નેજા હેઠળ તા. ૧૨ ના સોમવારે પોલીસ કમિશ્‍નરને રેલી સ્‍વરૂપે જઇ રજુઆત કરવા આયોજન કરાયુ છે. ત્‍યારે બહોળી સંખ્‍યામાં કડીયા કારીગર ભાઇઓએ જોડાવા નરેન્‍દ્રભાઇ સોલંકીએ અનુરોધ કરેલ છે.
તેઓએ એક યાદીમાં જણાવેલ છે કે મહાનગરપાલિકા નિર્મિત ગુમાનસિંહજી શોપીંગ સેન્‍ટરની બાજુમાં વોર્ડ નં. ૧૪ ની સોલીડ વેસ્‍ટ ઓફીસની દીવાલ પાસે, માસ્‍તર સોસાયટી તરફ જતા રસ્‍તાની સાઇડમાં દરરોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી કડીયાકામની વર્ધી લેવા કારીગર ભાઇઓ ઉભા રહે છે. જયાં કોન્‍ટ્રાકટરો, જમીન માલીકો, બિલ્‍ડરો જરૂરીયાત મુજબ મજુરી કરીને કડીયા મીષાીનો સંપર્ક કરી કામ પર લઇ જતા હોય છે.
અહીં ઉભા રહેતા કારીગરો કોઇને અડચણરૂપ બનતા નથી. તેમ છતા કેટલાક લોકો દ્વારા તેમના ઉભા રહેવા સામે યેનકેનપ્રકારનો અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે.
ત્‍યારે કડીયા કારીગર અને મજુર ભાઇઓને ન્‍યાય અપાવવા તા. ૧૨ ના સોમવારે મોટી સંખ્‍યામાં રેલી સ્‍વરૂપે પોલીસ કમિશ્‍નરે રજુઆત કરવા નકકી કરાયેલ હોય કારીગર ભાઇઓ અને કોન્‍ટ્રાકટર ભાઇઓ બહોળી સંખ્‍યામાં ઉમટી પડવા યાદીના અંતમાં ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટના પ્રમુખ નરેન્‍દ્રભાઇ સોલંકી (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮) એ અનુરોધ કરેલ છે.

 

(3:35 pm IST)