Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

યુનિટી ઓફ લોયર્સ રાજકોટ દ્વારા યોજાનાર રાજકોટથી જડેશ્વરનાં પ્રવાસ તથા બુલેટ રેલી સંદર્ભે સોમવારે વકીલોની મિટિંગ

વકીલોને જવાબદારીઓ અપાશેઃ રામભાઈ મોકરીયા, ગોવિંદભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ યુનિટી ઓફ લોયર્સ, રાજકોટ દ્વારા તા.૨૪ને શનિવારે વાંકાનેરનાં નાના જડેશ્વર મહાદેવ મંદિર મુકામે રાજકોટમાં પ્રેકટીસ કરતાં તમામ વકીલો માટે  પ્રવાસ, સ્‍નેહ-ભોજન તથા બુલેટ રેલીનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ગત વર્ષે   પણ રાખવામાં આવેલ અને ગત વર્ષે આ કાર્યક્રમમાં આશરે ૫૦૦  જેટલાં સિનિયર- જુનિયર વકીલો હાજર રહેલાં અને કાર્યક્રમ રાજકોટનાં વકીલોમાં ખુબ જ લોકપ્રિય થયેલ, જેથી રાજકોટનાં ઘણાં- બધા વકીલોની માંગ હતી કે આ વર્ષે પણ ગતવર્ષ જેવા જ અને એ જ સ્‍થળે ફરીવાર આવાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે.
જેથી યુનિટી ઓફ લોયર્સ, રાજકોટનાં કમિટી મેમ્‍બર્સ સર્વેશ્રી તુષાર બસલાણી, ભરત હિરાણી, રાજકુમાર હેરમા, એલ.જે.રાઠોડ, દિવ્‍યેશ મહેતા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અશ્વિન ગોસાઈ, ડી.બી.બગડા, કમલેશ રાવલ, અશ્વિન મહાલિયા દ્વારા રાજકોટ બાર એસોસિએશનનાં પ્રમુખ અર્જુનભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ તથા રાજકોટ બાર એસોસિએશનનાં પુર્વ પ્રમુખ અને સિનિયર ધારાશાષાી પિયુષભાઈ શાહની આગેવાનીમાં તા.૧૨નાં સોમવારે રાજકોટ બાર એસોસિએશનનાં પ્રમુખ અર્જુનભાઈ પટેલની ઓફીસ, ઝેડ બ્‍લ્‍યુનાં શો-રૂમની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મુકામે રાત્રે ૯ કલાકે વકીલોની એક વિશાળ મિટિંગ યોજવાનું નકકી કરેલ છે. જે મિટિંગમાં યુનિટી ઓફ લોયર્સ, રાજકોટ દ્વારા યોજાનાર રાજકોટથી જડેશ્વરનાં પ્રવાસ તથા બુલેટ રેલીનાં ભવ્‍યાતિ- ભવ્‍ય સફળ આયોજન માટેની રૂપરેખા નકકી કરવામાં આવેશ તેમજ આ વિશાળ વકીલ મિટિંગમાં જે વકીલશ્રીઓ સ્‍વેચ્‍છાએ કોઈ જવાબદારીઓ સ્‍વીકારવા માંગતા હશે તેવા વકીલશ્રીઓને અલગ- અલગ જવાબદારીઓ સોંપવામાં આવશે. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ભારતીય રાજયસભાનાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ગુજરાત વિધાનસભાનાં સભ્‍ય અને વાહન વ્‍યવહાર મંત્રી તેમજ ૬૮- રાજકોટના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, ગુજરાતનાં પુર્વ વન અને પર્યાવરણ મંત્રી તેમજ ૭૦- રાજકોટનાં ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ, મેયરશ્રી પ્રદીપ ડવ, ભાજપ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ કોર કમિટીનાં સભ્‍ય શ્રી ભરતભાઈ બોઘરા, વાંકાનેર સ્‍ટેટનાં રાજવી પરિવારનાં નવ- નિયુકત રાજવી શ્રી કેશરીદેવસિંહ, રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં  ચેરમેન શ્રી જયેશ બોઘરા સહિતનાં મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.
 આ મિટિંગમાં રાજકોટ બાર એસોસિએશનનાં પ્રમુખશ્રી અર્જુન પટેલ સેક્રેટરી શ્રી પી.સી.વ્‍યાસ, ટ્રેઝરર શ્રી જીતેન્‍દ્ર પારેખ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેસ સહ- સંયોજક શ્રી અનિલભાઈ દેસાઈ તથા રાજકોટ બાર એસોસિએશનનાં પુર્વ પ્રમુખ અને સિનિયર ધારાશાષાી શ્રી પિયુષ શાહ, કમલેશ શાહ, રજનીબા રાણા, સિનિયર વકિલ શ્રી લલિતસિંહ શાહી, જયદેવભાઈ શુકલ, જયેશભાઈ દોશી, કિરીટભાઈ પાઠક, મયંક પંડયા, રાજકોટ બાર એસોસિએશનનાં પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશી, પૂર્વ લાઈબ્રેરી સેક્રેટરી સંદીપ વેકરીયા, રાજકોટ એમ.એ.સી.પી. બાર એસોસિએશનનાં પ્રમુખ શ્રી એ.કે.જોશી, જય ચૌધરી, જી.આર.પ્રજાપતિ, પ્રફુલ વસાણી, મહિલા બાર એસોસિએશનનાં રજનીબા રાણા, રાજકોટ બાર એસોસિએશનનાં મહિલા કારોબારી શ્રી ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ સહિતનાં વકીલો, યુવા લોયર્સનાં હિમાંશુ પારેખ, કિરીટ નકુમ, નિવિદ પારેખ, જુનિયર બાર એસોસિએશનનાં સી.પી.પરમાર, ચંદ્રસિંહ તલાટીયા, રેવન્‍યુ બાર એસોસિએશનનાં જયેશ બોઘરા સહિતનાં વકીલો તેમજ ક્રિમિનલ બાર એસોસિએશનનાં જે.એફ.રાણા, અમિત ભગત સહિતનાં વિશાળ સંખ્‍યામાં વકીલો ઉપસ્‍થિત રહેશે.

 

(3:34 pm IST)