Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

સિવિલ હોસ્પિટલમાં ઇએનટીનો બે દિવસનો લાઇવ સર્જીકલ વર્કશોપઃ ચેન્નાઇના તબિબોની ઉપસ્થિતિ

ડો. પી.તુલસીદાસ અને ડો. એન.અહીલાસામીએ આજે કાન-ગળાની સર્જરી કરીઃ રાજ્યભરની સરકારી હોસ્પિટલના ઇઅનેટી તબિબોની હાજરીઃ કલેકટર અને તેમના તબિબ પત્નિની પણ ઉપસ્થિતિ : ડો. ઉમંગ શુકલા અને ઇએનટી વડા ડો. સેજલ મિસ્ત્રીનું આયોજન : ઇએનટી સોસાયટી રાજકોટ તેમજ સિવિલના ઈ .એન.ટી.વિભાગના સંયુકત ઉપક્રમે આયોજિત વર્કશોપમાં નાક વાટે ક્રિટિકલ સર્જરીનું લાઈવ નિદર્શન કરાયું : ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત કલેકટર શ્રીઅરૃણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલની કામગીરીને બિરદાવી લોક સેવામાં તબીબી ક્ષેત્ર સૌથી આગળ હોવાનું જણાવ્યું

રાજકોટ તા. ૧૦: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ઇએનટી વિભાગમાં બે દિવસનો લાઇવ સર્જિકલ વર્કશોપ યોજાયો છે. જેમાં ચેન્નઇના બે નિષ્ણાંત તબિબોએ ખાસ હાજરી આપી આજે કાન અને ગળાની સર્જરી કરી હતી. આ વર્કશોપમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલના ઇએનટી વિભાગના કન્સલ્ટન્ટ અને રેસિડેન્ટ ડોકટર્સ હાજર રહ્યા હતાં. આવતીકાલે પણ આ વર્કશોપ યથાવત રહેશે. જે ઇએનટી તબિબો રૃબરૃ હાજર નહિ રહી શકે તેઓ લાઇવ સર્જરી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેકટરશ્રી અરૃણમહેશ બાબુ અન તેમના ધર્મપત્નિ ડો. મિનાક્ષી પણ ખાસ હાજર રહ્યા હતાં.

આજે અને કાલે એમ બે દિવસ માટે  યોજાયેલા આ વર્કશોપમાં ચેન્નાઇની સાઇનસ એન્ડ નોઝ હોસ્પિટલના ડિરેકટર ડો. પી. તુલસીદાસ (એમ.એસ. ઇએનટી, એ.સીએચ-પ્લાસ્ટીક સર્જરી) તથા અલિલાસામી ઇએનટી સેન્ટરના કન્સલ્ટન્ટ ઇએનટી સર્જન ડો. એન. અહિલાસામી (એમ.એસ, ઇએનટી, એફઆરસીએસ) ખાસ હાજર રહ્યા છે. તેઓએ સિવિલ હોસ્પિટલોના તબિબોને સર્જરીનું ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના વર્કશોપ યોજવા એ ખુબ સારી બાબત છે. આમાંથી નિષ્ણાંતો દ્વારા જે તે વિભાગના તબિબોને ખુબ અગત્યનું માર્ગદર્શન મળી શકે છે. પીડીયુ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસ મહામારી વખતે પ૦૦ જેટલી સર્જરી કરવામાં આવી હતી એ પણ નોંધનીય છે.

મુખ્ય સંયોજક ડો. ઉમંગ શુકલા અને ઇએનટી વિભાગના વડા ડો. સેજલ મિસ્ત્રીએ કહ્યું હતું કે બે દિવસના આ સેમિનારમાં ચેન્નઇના બે નિષ્ણાંત તબિબો આપણી સાથે રહેશે અને ઇએનટી તબિબોને તેમની પાસેથી જ્ઞાન મેળવવાની અમુલ્ય તક સાંપડશે. ડો. પી. તુલસીદાસ ભારતમાં એન્ડોસ્કોપિક સાઇનસ અને સ્કલબેઝ સર્જરીના પ્રણેતા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે અને અપ્રતિમ કોૈશલ્ય ધરાવે છે. ડો. અહિલાસામી ઇએનટી કેન્દ્રના ડિરેકટર છે અને એન્ડોસ્કોપિક સાઇનસ તથા સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ કાનની સર્જરી માટે પ્રખ્યાત છે. તેઓ નાકની એલર્જી માટે આધુનિક સર્જરીના પ્રણેતા છે. તેમણે કેટલાક ઇએનટી સર્જીકલ સાધનો પણ શોધ્યા છે. આ બંને તબિબો આ વર્કશોપમાં હાજર રહી તેમના વિશાળ જ્ઞાન અને અનુભવથી સોૈને પ્રબુધ્ધ કરશે.

વર્કશોપમાં કલેકટરશ્રી અરૃણમહેશ બાબુ તથા તેમના ધર્મપત્નિ ડો. મિનાક્ષી પણ ઉપસ્થિત રહ્યા હતાં. વર્કશોપને સફળ બનાવવા ડો. ઉમંગ શુકલ, ડો. સેજલ મિસ્ત્રી, ડો. નિરવ મોદી, ડો. જુહી મણીયાર, ડો. મનસુખ રંગાણી, ડો. મુકેશ સામાણી, ડો. આર. એસ. ત્રિવેદી, ડો. વંદના પરમાર, ડો. સુનિલ મોદી, ડો. જગદીશ કણસાગરા, ડો. ભરત કાકડીયા, ડો. પી.આર. જૈન, ડો. એલ. કે. અંટાળા, ડો. ચંદ્રકાંત ચોકસી, ડો. પરેશ ખાવડુ, ડો. વિમલ હેમાણી, ડો. હિતેશ પટેલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

સિવિલ ખાતે આયોજિત વર્કશોપને ખુલ્લો મુકતા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કોવીડ  દરમ્યાન સિવિલ દ્વારા લોકોની ખુબ સારી સારવાર-સુશુશ્રા કરવામાં આવી હતી. રાજકોટ ખાતે ભારતમાં સૌથી વધુ મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રોમા, પીડિયાટ્રિક સહિતના વિભાગમાં ઉત્કૃષ્ઠ સારવાર પુરી પાડવામાં આવી રહી છે. આ તકે ઉપસ્થિત ડોકટર્સ તેમજ ર્નસિંગ સ્ટાફનો આભાર માની તેઓનું માનવ સેવામાં ઉત્કૃષ્ઠ -દાન બદલ સમગ્ર મેડિકલ ટીમનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે લોકસેવામાં તબીબી વિભાગ સૌથી વધુ આગળ રહે છે. આ તકે કલેકટરશ્રીએ લાઈવ સર્જરી ઓપરેશન થિયેટરમાં જઈને નિહાળી હતી

પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આવા વર્કશોપ યોજાય એ  ખુબ સારી બાબતઃ મ્યુકર માયકોસિસમાં રાજકોટ પીડીયુએ ૫૦૦ જેટલી સર્જરી કરી હતીઃ ડો. આર. એસ. ત્રિવેદી

(3:24 pm IST)