Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

નવા રંગરૂપ... નવા કલેવર...નવી ફલેવર... સાથે સહિયરમાં મળશે રાસનો તહેવાર

નોરતાની તૈયારી પુરજોશમાં: ૨૨માં વર્ષમાં સહિયરનો મંગલ પ્રવેશઃ સુરેન્‍દ્રસિંહ વાળા અને તેની ટીમનું અદ્દભુત આયોજન : પાસ બૂકીંગ માટે સંપર્ક મો.૮૯૮૦૦ ૨૧૩૨૧

રાજકોટઃ સમગ્ર વિશ્વએ ભોગવેલી કોરોનાની બે વર્ષની મહામારી બાદ આ વર્ષના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

માં ની આરાધનાના પર્વ નવરાત્રીની ખેલૈયાઓ અને રાસના રસીયાઓમાં બે વર્ષ પછી અપ્રતિમ ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. ત્‍યારે સમગ્ર ગુજરાતમાં રાજકોટની નવરાત્રી  ધ્‍યાનાકર્ષક બની રહે તે માટે રાજકોટની  ઓળખ સમી ‘સહિયર કલબ' નવરાત્રીના આયોજનની ઘોષણા કરવામાં આવી છે.

સહિયર કલબના ચેરમેન અને રાજકોટ મહાનગર પાલીકાનાં દંડક શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા ૨૦૦૧થી નવરાત્રી મહોત્‍સવને યાદગાર બનાવવામાં સફળ રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં ખેલૈયાઓ માટે સ્‍વખર્ચે ઓનલાઈન નવરાત્રી કરી લોકોના દિલ જીતી લીધા હતા. હવે વર્ચ્‍યુઅલીનો સમય પૂરો હવે એકચ્‍યુલી મોજ કરવા માટે તદ્દન નવારંગ રૂપ સાથે સહિયર કલબ સજજ થઈ રહ્યું છે.

સહિયરની સફળતા માટે સહિયરની પસંદગી હંમેશા મહત્‍વપૂર્ણ રહી છે. એટલે જ મંચ પર માર્કેટ લીડર્સના પરર્ફોન્‍સથી સ્‍ટેજ શોભે છે. સતત ૨૨માં વર્ષે મંચની ધુરા અનુભવી સંચાલક તેમ શિશાંગીયા અને જીલ એન્‍ટરટેન્‍મેન્‍ટ સંભાળશે. જયારે માર્કેટ લીડર ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્‍યાર તથા સહિયરમાં પ્રથમવાર ઉર્વિ પુરોહિતના સુર સાંભળવા મળશે.

રીધમની દુનીયામાં જેના ક્રિેએશનની દેશ- વિદેશમાં નોંધ લેવાય છે. તેવા કિંગ રીધમીસ્‍ટ હિતેષ ઢાકેચા સહિયરમાં પ્રથમવાર તાલ સંચાલન કરશે. નવી  નકોર અને ડીઝીટલ દુનીયા સાથે કદમ મીલાવતી સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સુનિલ પટેલ પેરેમાઉન્‍ટ રાઉન્‍ડ દ્વારા સંચાલીત થશે.

નવેનવ દિવસ નવરાત્રી કરોડો લોકો નિહાળી શકે તે માટે ગુજરાતની પ્રથમ હરોળની ચેનલો પર રાસોત્‍સવ જીવંત પ્રસારણ થશે.રાસોત્‍સવને અદ્દભુત અને યાદગાર બનાવવા સહિયર કલબના ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, શ્રી ચંદુભા પરમાર, શ્રી યશપાલસિંહ જાડેજા, શ્રી કૃષ્‍ણસિંહ જાડેજા, શ્રી વિજયસિંહ ઝાલા તથા શ્રી ક્રિષ્‍નપાલસિંહ વાળા તથા તમામ આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.

સહિયર કલબના પાસ બુકિંગ માટે સંપર્ક સિલ્‍વર ચેમ્‍બર, અતુલ મોટર્સ સામે, ટાગોર રોડ, ત્રીજો માળ ૩૧૨ રાજકોટ મો.૮૯૮૦૦ ૨૧૩૨૧ સહિયરકલબડોટકોમ.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સહિયર કલબના આયોજકો સર્વશ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, કૃષ્‍ણણસિંહ જાડેજા મો.૯૮૯૮૧ ૦૦૩૦૩, ક્રિષ્‍નપાલસિંહ વાળા મો.૯૮૯૮૪ ૪૫૪૯૭, વિજયસિંહ ઝાલા મો.૯૮૨૫૧ ૦૦૪૬૨, ચંદુભા પરમાર મો.૯૮૨૫૦ ૭૬૮૮૮ અને ધૈર્ય પારેખ મો.૯૩૭૬૪ ૦૧૧૧૦ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 pm IST)