Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ન્‍યુ ગોપાલ પાર્કમાં પરિવારને ઉંઘતા રાખી ગઠીયો ૩ હજાર ચોરી ગયો

જીતભાઇ ડેડકીયાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૦ : મવડી રોડ ન્‍યુ ગોપાલ પાર્કમાં પટેલ પરિવારને ઉંઘતા રાખી તસ્‍કરે ઘરમાં પ્રવેશ કરી રૂમમાં પાકીટમાંથી રૂા. ૩૦૦૦ રોકડા ચોરી કરી ભાગી ગયો હતો મળતી વિગત મુજબ મવડી રોડ ન્‍યુ ગોપાલ પાર્ક શેરી નં. ૩૩માં રહેતા જીત જયેશભાઇ ડેડકીયા (ઉવ.૨૩)  રાત્રે પોતે અને માસા સુભાષભાઇ બંને મકાનના પહેલા માળે સુતા હતા. ગરમીના કારણે દરવાજા ખુલ્લા હતા ત્‍યારે મોડી રાત્રે કોઇ અજાણ્‍યો શખ્‍સ ઘરની બાજુમાં પડેલ બાઇક પર ચડીને દીવાલ ટપી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ પાર્કીટમાંથી રૂા. ૩૦૦૦ ચોરી કરી નાશી ગયો હતો. જીત સવારે ઉઠીને પાકીટ જોતા તેમાં પૈસા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે સીસીટીવી કેમેરા જોતા તેમાં એક શખ્‍સ દીવાલ ટપી ઘરમાં પ્રવેશ કરતો જોવા મળ્‍યો હતો. બાદ આ બનાવની પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે જીત ડેડકીયાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(3:23 pm IST)