Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

મોંઘવારી, બેરોજગારી, તાનાશાહી સામે પ્રજાનો રોષ પ્રગટ થયોઃ ગાયત્રીબા વાઘેલા

વોર્ડ નં.૩ના જંકશન પ્‍લોટ, ગાયકવાડી, સીંધી કોલોની, રેલ્‍વે સ્‍ટેશન આસપાસના વેપારી વિસ્‍તારો સજજડ બંધઃ વોર્ડ નં.૧૮માં પણ બંધને જબ્‍બર પ્રતિસાદ

રાજકોટ : મોંઘવારી અને બેરોજગારી મામલે આપેલ ગુજરાત સાંકેકિત બંધના એલાનના પગલે શહેરના વોર્ડ નં.૩ અને ૧૮ ના તમામ વિસ્‍તારોમાં વેપારીએ બંધ પાળી સરકાર સામે રોષ પ્રગટ કર્યો હતો. આ અંગે પ્રદેશ કોંગ્રેસના આગેવાન ગાયત્રીબાએ જણાવ્‍યું  કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે સક્ષમ વિપક્ષ તરીકે પ્રજાના મુદ્દાઓને લઇ આંશિક ગુજરાત બંધનું આહવાન કરવામાં આવ્‍યું હતું જેના પગલે સમગ્ર રાજયની પ્રજા અને ખાસ કરીને વેપારીઓ, નાના દુકાનદારોએ જબરજસ્‍ત સમર્થન આપ્‍યું છે રાજયની જનતા કુદકે ને ભૂસકે વધી રહેલા જીવન જરૂરી ચીજ વસ્‍તુઓના ભાવથી પરેશાન છે. રાજયની મહિલાઓની સમસ્‍યા, યુવાનોની સમસ્‍યા શિક્ષણ અને કાયદોની સમસ્‍યા સહિતના મુદાઓએ કોંગ્રેસના આંશિક બંધને જબરજસ્‍ત સમર્થન મળ્‍યું છે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને લડાયક મહિલા નેતા ગાયત્રીબા વાઘેલા અને કોંગ્રેસના આગેવાનો દિલીપભાઇ આસવાણી પૂર્વ કોર્પોરેટર નિર્મળ મારૂ, અશોકસિંહ વાઘેલા, દાનાભાઇ હુંબલ, યુનુસભાઇ જુણેજા, મીલીનભાઇ પરમાર, દેવજીભાઇ રાઠોડ, ઠાકુરભાઇ ખાનચંદાની, રામભાઇ આસવાણી સહિતની ટીમ દ્વારા શહેરના ગાયકવાડી, જંકશન પ્‍લોટ, પરાબજાર, મોચી બજાર, કોઠારીયા રોડ, સહિતની બજારોમાં ગઇ કાલે જ ડોર ટુ ડોર સંપર્ક કરી આ બંધને સમર્થન આપવા અપિલ કરવામાં આવી હતી જેના પગલે આજ સવારથી જ આ બજારો સ્‍વયંભુ બંધ રહી હતી ત્‍યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓ સહિત સૌ પ્રજાજનોનો આભાર માનવામાં આવ્‍યો છે (તસ્‍વીર-અશોક બગથરીયા)

(3:22 pm IST)