Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

શહેર અને જિલ્લામાં શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ

જિલ્લા વહીવટી તંત્રની સ્‍પષ્ટતાઃ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ અંગેના સમાચારો ગેરમાર્ગે દોરનારા

રાજકોટ,તા.૧૦: રાજકોટ સહિત રાજ્‍યમાં આજે રાજકીય પક્ષો દ્વારા અડધા દિવસના બંધની જાહેરાત કરવામાં આવેલી છે. આ દરમિયાન શાળા તેમજ કોલેજો બંધ રહેશે તેવી અફવાઓ પણ ઊડી છે. જે અંગે સ્‍પષ્ટતા કરતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે કે, સ્‍કૂલ, કોલેજ બંધની વાતો તેમજ સોશ્‍યલ મીડિયામાં ફરતા મેસેજ ગેરમાર્ગે દોરતા છે. તંત્ર દ્વારા બંધ અંગે કોઈ આદેશ કરેલો નથી.  જ્‍યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે કે, હડતાળને પગલે સ્‍કૂલ, કોલેજો બંધ રાખવાનો કોઈ આદેશ થયેલો નથી. રાજકોટ શહેર તેમજ જિલ્લાની શાળાઓ તેમજ કોલેજો રાબેતા મુજબ ચાલુ છે. આ અંગે કોઈ સરકારી આદેશ થયા નથી.

(3:15 pm IST)