Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટ જિલ્લામાં કાલે મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા

રાજકોટ, તા. ૧૦ : ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૧૨-૦૮-૨૦૨૨ થી તા. ૧૧-૦૯-૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવ્‍યો છે. જે અન્‍વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા. ૧૧ને રવિવારના રોજ રાજકોટના જિલ્લાના કુલ ૨,૨૫૩ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરોની ઉપસ્‍થિતિમાં મતદાર યાદીમાં નવા નામની નોંધણી, નામ કમી કરાવવું, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક અપ કરી આપવામાં આવશે.
આ ઝુંબેશ હેઠળ રાજકોટ શહેરના ત્રણ ઝોન, રાજકોટ ગ્રામ્‍ય જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી તાલુકા ખાતે મતદારો માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. અત્‍યાર સુધીમાં નવા મતદારો માટેના ફોર્મ નં. ૬માં ૧૮,૩૩૮ આવેલા છે તેમજ આધાર સીડિંગ માટેના ફોર્મ-બીમાં ૩૫,૬૩૬ આવેલા છે. તેમ અધિક જિલ્લા ચુંટણી અધિકારી એસ.જે.ખાચરની યાદીમાં જણાવાયું છે.

 

(3:00 pm IST)