Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ઘીનો ૨૮૫ કિલો જથ્‍થો સીઝઃ ચોકલેટ મોદક લાડુ-ચુરમાના લાડુના નમુના લેવાયા

પરાબજારની વોલ્‍ગા કોર્પોરેશનમાં મનપાની ફુડ શાખા ત્રાટકી : માહિતી મળતા શંકાસ્‍પદ ગુણવત્તાવાળા

રાજકોટ,તા. ૧૦ : શહેરમાં તહેવારોની સીઝન દરમિયાન મનપાની ફુડ શાખા દ્વારા લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતી ખાદ્યસામગ્રીઓનો મોટાપાયે નાશ કરવામાં આવેલ તેમજ સંબંધીત વેપારીઓ પાસેથી દંડ પણ વસુલવામાં આવ્‍યો હતો. જે કામગીરી હાલ પણ ચાલુ છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્‍પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની માહિતી અન્‍વયે શહેરના સ્‍વામિનારાયણ શોપિંગ સેન્‍ટર, શોપ નં.૧૦૧-૧૦૨, પરાબજાર, મુકામે આવેલ ‘વોલ્‍ગા કોર્પોરેશન' પેઢીની ફૂડ વિભાગની ટીમે રૂબરૂ સ્‍થળ તપાસ કરેલ. સદર પેઢીના ભાગીદાર ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી દ્વારા ગ્રીન એવર પ્રીમીયમ ઘી (૫૦૦ એમએલ પેક પાઉચ)(ઉત્‍પાદકઃયશ ડેરી સ્‍પાઇસીઝ & ફૂડ્‍સ પ્રા. લી., બ્‍લોક નં. ૪૬૨, સર્વે નં. ૭૭૬, કરશન ફળિયા, ઓઝર રોડ, મોટાપોંઢા, તા. કપરાડા, જી. વલસાડ, ગુજરાત) લેબલ ધરાવતા પાઉચ કુલ ૨૧૬ નંગ (૧૦૬ લિટર) તથા  નવદીપ પ્‍યોર ઘી (૧૫૦ કિલો પેક ટીન)(ઉત્‍પાદકઃ વોલ્‍ગા કોર્પોરેશન, દાણાપીઠ, રાજકોટ) ના કુલ ૧૨ ટીન (૧૮૦કિલો) નો જથ્‍થો વેંચાણ માટે સંગ્રહ કરેલ.
બંન્ને બ્રાન્‍ડનો ઘી નો જથ્‍થો શંકાસ્‍પદ જણાતા જથ્‍થામાંથી ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગ્રીન એવર પ્રીમીયમ ઘી (૫૦૦ એમએલ પેક પાઉચ) તથા  નવદીપ પ્‍યોર ઘી (૧૫ કિલો પેક ટીન)ના ᅠનમૂનાᅠલેવામાંᅠઆવેલ.ᅠવિશેષમાં બાકી રહેલ ગ્રીન એવર પ્રીમીયમ ઘી (૫૦૦ એમએલ પેક પાઉચ) નો ૨૧૨ નંગ પાઉચ (કિમત ૫૬,૧૮૦) તથા નવદીપ પ્‍યોર ઘી (૧૫ કિલો પેક ટીન)ના કુલ ૧૨ ટીન (૧૭૯ કિલો) કિમત ૧,૦૭,૪૦૦ જથ્‍થો મળીને કુલ અંદાજિત ૨૮૫ કિલો ઘીનો જથ્‍થો સ્‍થળ પર સીલ કરી સીઝ કરેલ. જેની કુલ કિમત રૂઈં.૧,૬૩,૫૮૦ ની થવા જાય છે. ᅠ
નમુનાની કામગીરીઃ
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  (૧) ગ્રીન એવર પ્રીમીયમ ઘી (૫૦૦ એમએલ પેક પાઉચ) સ્‍થળ -‘વોલ્‍ગા  કોર્પોરેશન' -શ્રી સ્‍વામિનારાયણ શોપિંગ સેન્‍ટર, શોપ નં.૧૦૧-૧૦૨, પરાબજાર, (૨) નવદીપ પ્‍યોર ઘી (૧૫ કિલો પેક ટીન) સ્‍થળ - ‘વોલ્‍ગા કોર્પોરેશન' -શ્રી સ્‍વામિનારાયણ શોપિંગ સેન્‍ટર, શોપ નં.૧૦૧-૧૦૨, પરાબજાર, (૩) ‘ચોકલેટ મોદક લાડુ (મીઠાઇ -લુઝ)' સ્‍થળ - ‘ઠક્કર સ્‍વીટ & ફરસાણ' -રૈયા રોડ, દરજીની વાડી પાસે,  (૪)‘ચુરમાના લાડુ (મીઠાઇ -લુઝ): સ્‍થળ - ‘જય જલારામ ફરસાણ & નમકીન પોપ્‍યુલર પ્‍લાઝા' -મહાદેવ ના મંદિર સામે, જનકપૂરી ,સાધુવાસવાણી રોડ ખાતેથી ૪ નમૂના લેવામાં આવ્‍યા હતા.

 

(2:59 pm IST)