Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કોંગ્રસના બંધના એલાનમાં રાજકોટની શાળા કોલેજ અને યુનિવર્સીટીનું વ્યાપક સમર્થન

બેરોજગારી,મોંઘવારી, ડ્રગ્સની ઘૂસણખોરી સહિતના મુદ્દે કેટલીક શાળા કોલેજોને સ્વયંભૂ રજા જાહેર કરીને કયાંક કોંગ્રેસના કાર્યકરો દોડી ગયા હતા : અટકાયત

 કોંગ્રેેસના બંધના એલાનમાં વિવિધ શાળા કોલેજોની તસ્વીર. બંધ કરાવતા કાર્યકરો અને પોલીસ કર્મચારીઓ નજરે પડે છે.  (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૦ : કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બેરોજગારી,મોંઘવારી, ડ્રગ્સની ઘૂસણખોરી સહિતના મુદ્દે આજે શાળા કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને આજે વ્યાપક સમર્થન મળ્યું છે. બંધના એલાન અંતર્ગત રાજકોટની યુનિવર્સિટી સહિતની શાળા કોલેજો બંધમાં જોડાઇ હતી.

કોંગ્રસ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનમાં શાળા કોલેજ બંધની જવાબદારી યુવક કોંગ્રેેસ અને એન.એસ.યુ.આઇ.ને સોપવામાં આવેલ. ગત રાત થી જ આગેવાનોએ શાળા કોલેજના સંચાલકો પ્રિન્સીપાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કેટલીક શાળાઓએ તો ગઇકાલે જ બંધને સમર્થન આપી રજા જાહેર કરી હતી.

રાજકોટની કણસાગરા મહિલા કોલેજ, પી.ડી. માલવીયા કોલેજ, જે.જે કુંડલીયા કોલેજ, એમ.જે. કુંડલીયા કોલેજ, ગીંતાંજલી કોલેજ ઉપરાંત સેન્ટમેરી સ્કૂલ, આર.કે.સી. સ્કૂલનિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, ધોળકીયા સ્કૂલની તમામ શાળાઓ અને મોદી સ્કૂલની તમામ શાળાઓ ઉપરાંત જીનીયસ સ્કૂલ સહિતની શાળાઓ બંધમાં જોડાઇ હતી.

બંધના એલાનને સફળ બનાવવા નરેન્દ્રભાઇ સોલંકી, આદિત્યસિંહ ગોહિલ, રાજદિપ સિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, અલ્પેશભાઇ સાધરીયા, રણજીતભાઇ મુંધવા, રવિભાઇ જીતીયા, બ્રિજરાજસિંહ રાણા, આર્યનભાઇ પટેલ, શિવરાજસિંહ જાડેજા, રાહુલભાઇ સોલંકી, ધવલભાઇ રાઠોડ, યશપાલસિંહ જાડેજા, દર્શભાઇ બગડા, દ્વિજભાઇ ત્રિવેદી, અમનભાઇ લાખાણી, તુષારભાઇ ચાવડા, ચેતનભાઇ સાવલીયા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(3:03 pm IST)