Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

જંકશન પ્‍લોટમાં પતિની નજર સામે નેપાળી મહિલાની પાંચમા માળેથી છલાંગઃ ગંભીર ઇજા

આશ્રય એપાર્ટમેન્‍ટમાં બનાવઃ નેપાળી યુવાન વહેલી સવારે જાગ્‍યો ત્‍યારે પત્‍નિ રૂમમાં નહોતી, અગાસીએ શોધવા માટે પહોંચ્‍યો ત્‍યાં જ કૂદી ગઇ

રાજકોટ તા. ૧૦: જંકશન પ્‍લોટ શેરી નં. ૧૧માં આવેલા આશ્રય એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં આવેલા સિક્‍યુરીટીના રૂમમાં રહેતાં નેપાળી યુવાનની પત્‍નિએ વહેલી સવારે ચારેક વાગ્‍યે પતિની નજર સામે જ પાંચમા માળની છત પરથી છલાંગ મારી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ આશ્રય એપાર્ટમેન્‍ટમાં રહેતી દિપાબેન ધર્મેન્‍દ્ર ગુરૂખ (નેપાળી) (ઉ.વ.૨૨)એ સવારે ચારેક વાગ્‍યે એપાર્ટમેન્‍ટના પાંચમા માળની છત પરથી છલાંગ મારતાં ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. દિપાબેનના પતિ ધર્મેન્‍દ્ર એપાર્ટમેન્‍ટમાં સિક્‍યુરીટીનું કામ કરવાની સાથે કરાટે કોચ તરીકે પણ કામ કરે છે. તેના કહેવા મુજબ પત્‍નિને થોડી માનસિક તકલીફ છે. પોતે સવારે ચાર વાગ્‍યે જાગ્‍યો ત્‍યારે પત્‍નિ રૂમમાં જોવા ન મળતાં આસપાસ શોધખોળ કર્યા બાદ અગાસી પર તપાસ કરવા જતાં તેની નજર સામે જ પત્‍નિએ ઠેંકડો મારી દીધો હતો.

(11:47 am IST)