Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

પંજાબમાં વિજયભાઇની વરણી આવકાર્ય, સરસ કામગીરી કરશે : ભૂપત બોદર

રાજકોટ તા. ૧૦ : જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરએ પંજાબ અને ચંદીગઢ ના ભાજપ પ્રભારી તરીકે રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની વરણીને આવકારતા જણાવેલ કે ૨૦૨૪ લોકસભાની ચુંટણીની પૂર્વતૈયારી માટે વિવિધ રાજ્‍યોના પ્રભારીની વરણી કરવામાં આવેલ છે ત્‍યારે પંજાબ અને ચંડીગઢના પ્રભારી તરીકે  રૂપાણીને જવાબદારી સોપવામાં આવેલ છે ત્‍યારે સંગઠન ક્ષેત્રે કુશળ વિજયભાઈ રૂપાણી બહોળો અનુભવ ધરાવે છે, જાહેર જીવન માં લાંબી કારકિર્દી ધરાવે છે.  પંજાબ અને ચંદીગઢના ભાજપના પ્રભારી તરીકે વિજયભાઈ રૂપાણી પોતાના દાયિત્‍વને સુંદર રીતે નિભાવી પાર્ટીના સંગઠનને મજબુત, સુદઢ બનાવશે તેવી શુભેચ્‍છા પાઠવી છે.

(3:25 pm IST)