Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

વાંકાનેર-ધમલપર વચ્‍ચે ટ્રેનમાંથી પટકાતાં અજાણ્‍યા યુવાનનું મોત

તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો રાજકોટ રેલ્‍વે પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૦: વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન અને ધમલપર વચ્‍ચે સાંજે અજાણ્‍યો  યુવાન ટ્રેનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ સાંજે સાડા આઠેક વાગ્‍યે વાંકાનેર સ્‍ટેશન અને ધમલપર ફાટક વચ્‍ચે અજાણ્‍યો આશરે ત્રીસેક વર્ષનો યુવાન ટ્રેનમાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. મૃતક યુવાનની ઓળખ થઇ શી નથી. તસ્‍વીરમાં દેખાતા યુવાનના કોઇ વાલીવારસ પરિચીત હોય તો રેલ્‍વે પોલીસ વાંકાનેરના હેડકોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ઝાલા (મો. ૯૮૨૫૨ ૧૫૮૯૫)નો સંપર્ક કરવા જણાવાયું છે. 

(11:46 am IST)