Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટમાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

નાના ધંધાર્થીઓથી લઇ મોટા વેપારીઓએ બંધ પાળી સરકારના બહેરા કાન સુધી વાત પહોંચાડવા મળી સફળતા : કોંગ્રેસ : અમુક શાળા - કોલેજોમાં રજા જાહેર : બંધ કરાવવા નિકળેલા કોંગી આગેવાનો - કાર્યકરોની અટકાયત

કોંગ્રેસ દ્વારા મોંધવારી, બેરોજગારી સહિતનાં મુદ્દે સરકારને ઘેરવા સવારે ૮થી બપોરનાં ૧૨ વાગ્‍યા સુધી સાંકેતિક ગુજરાત બંધનું એલાન કરાયુ છે ત્‍યારે રાજકોટમાં શહરે કોંગ્રસ પ્રમુખ તથા કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાની  આગેવાનીમાં પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, ગયત્રીબા વાઘેલા, મહેશ રાજપુત, જસવંતસિંહ ભટ્ટી,ભરતભાઈ મકવાણા, શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવા, કિશાન સેલ ચેરમેન નીલેશભાઈ વિરાણી, દીપેનભાઈ ભગદેવ, રવિ ડાંગર, કનકસિંહ સહીત ના આગેવાનો કાર્યકરો દ્વારા રાજકોટની મુખ્‍ય બજારો ધર્મેન્‍દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર, સોની બજાર, મવડી , યાજ્ઞીક રોડ, ગુંદાવાડી તથા કંદોઈ  બજાર, મોચી બજાર સહિતનાં વિવિધ બજારોમાં બંધ કરાવવા નીક્‍ળ્‍યા હતા. તે વખતની તસ્‍વીર(૨૮.૨)(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ,તા.૧૦: મોંધવારી અને બેરોજગારી, મામલે કોંગ્રેસ આક્રમક બની છે એને લઇને આજે શનીવારે અપાયેલ રાજકોટ શહેરમાં બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો. સવારનાં ૧૦ વાગ્‍યા સુધીમાં રાજકોટે અશતઃ બંધ પાળ્‍યો હતો. કેટલીક સ્‍કુલ -કોલેજોએ ગઇકાલ રાત્રીનાં રજા જાહેર કરી હતી. જયારે અમુક શાળા-કોલેજો રાબેતા મુજબ ચાલુ રહી હતી.
આજે સવારે ૮ થી બપોરનાં ૧૨ વાગ્‍યા સુધી ‘ગુજરાત સાંકેતિક' બંધના એલનાને પગલે રાજકોટમાં શહેર કોંગ્રસ પ્રમુખ તથા કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયૉની  આગેવાનીમાં પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, ગયત્રીબા વાઘેલા, મહેશ રાજપુત, જસવંતસિંહ ભટ્ટી,ભરતભાઈ મકવાણા, શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવા, કિશાન સેલ ચેરમેન નીલેશભાઈ વિરાણી, દીપેનભાઈ ભગદેવ, રવિ ડાંગર અને  હિરલબેન રાઠોડ સહીત ના આગેવાનો કાર્યકરો દ્વારા રાજકોટની મુખ્‍ય બજારો ધર્મેન્‍દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર, સોની બજાર, મવડી , યાજ્ઞીક રોડ, ગુંદાવાડી તથા કંદોઈ  બજાર, મોચી બજાર સહિતનાં વિવિધ બજારોમાં બંધ કરાવવા નીક્‍ળ્‍યા હતા.
આ દરમિયાન પોલીસ દ્વારા અટકાયતી પગલા લઇ બંધ કરાવવા નીકળેલા કોંગી આગેવાનો ડો. હેમાંગ વસાવડા, રણજીત મુંધવા, ભાવેશ પટેલ, નિલેશ ગોહીલ, સંજયભાઇ લાખાણી, હરપાલ સિંહ જાડેજા, રવિ જીત્‍યા, દેવેન્‍દ્ર સિંહ જાડેજા,  ધવલ રાઠોડ, યશપાલસિંહ જાડેજા ની અટકાયત કરવામાં આવી હતી.
કોંગી આગેવાનોએ જણાવેલ કે હાલની દેશની વર્તમાન પરિસ્‍થિતિ જોતા ગરીબ તેમજ સામાન્‍ય વર્ગ ખુબજ પરેશાન છે. મોંઘવારી ચરમ સીમાએ છે. બેરોજગારીને બેકારી પણ ખુબજ છે.સ્ત્રી સુરક્ષા અને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ પણ ચિંતા જનક છે. નસીલા પદાર્થોનો કારોબાર ખુબજ  ફૂલ્‍યો ફેલ્‍યો છે, ડ્રગ્‍સ પકડવાના સમાચારો આવે છે.પરંતુ સરકાર સાવ સુસ્‍ત તેમજ નીરસ થઈને બેઠી છે. ખેડૂતો, યુવાનો, નાના વેપારીયો, નાના કારખાનેદારો, સરકારી નોકરિયાતો, પોલીસ કર્મીઓ, પૂર્વ સૈનીકો, સીનીયર સિટીઝનો, વગેરે ખુબજ પરેશાન છે. પોતાનો અવાજ સરકારને સંભળાય તે માટે પ્રયત્‍નો કરી રહ્યા છે.  જેથી સૌએ નાગરીકો, વેપારીઓ, ધંધાદારીઓ,  નાનો ધંધો કરતા લારી, ગલ્લા, રિક્ષાવાળા વગેરેએ બંધ રાખી સરકારના બહેરા કાન સુધી આ વાતો પહોચાડવામાં સારી સફળતા મળી હતી તેમ જણાવ્‍યુ હતુ.

 

(11:35 am IST)