Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રામનાથપરામાં તાજીયા માતમઃ હિન્દુ-મુસ્લીમ એકતાઃ દર્શનનો લાભ અને આશિર્વાદ લેતા રાજકોટ શહેર ભાજપના આગેવાનો : આસિફ સલોત

રાજકોટઃ શહેર તાજીયા કમિટીના પ્રમુખ આસિફ સલોત યાદીમાં જણાવે છે કે મોહર્રમ માસમાં હર - વખત હર સાલ તાજીયા નું આયોજન થાય છે. ખાસ કરીને મુસ્લીમ બિરાદરો માટે આ તહેવાર ખુબ જ અગત્યનો હોય છે. અહીં રામનાથપરામાં શહેર તાજીયા કમિટી દ્વારા આકર્ષક તાજીયા નું આયોજન કરેલ જે જુલસ રૂપે  ફરીને આજે રાત્રે તાજીયા નુ વિસર્જન થશે.અહિં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના નૈતૃત્વ હેઠળ આખી ટીમ અને વોર્ડ - ભાજપ આગેવાનો કોર્પોરેટર ની હાજરી માં સૌ કોઇએ દર્શનનો લાભ લીધેલ. ખરા અર્થમાં કોમી એકતા ભાઇચારાના દર્શન જોવા મળેલ. આ તકે  રાજકોટના ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા- શહેર ભાજપ મંત્રી સુરેન્દ્રસિંહ વાળા- શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી - કોર્પોરેટર અજયભાઇ પરમાર  શહરે ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, વોર્ડનં-૭ ભાજપ પ્રમુખ જીતુભાઇ સેલારા, - મહામંત્રી રમેશભાઇ પંડ્યા અનુસુચિત જાતી ભાજપ શહેર પ્રમુખ ડી.બી. ખીમસુરીયા- રાજકોટ મહાનગર ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર- વોર્ડ નં.૭ મહામંત્રી કિરીટભાઇ ગોહેલ , સંદીપ ડોડીયા - નરેશ મહેતા સહિત ભાજપ આગેવાનો એ તાજીયાના દર્શન કરી પોતાની જાતને ધન્યતા મેળવી હતી. સમગ્ર વ્યવસ્થા આયોજન રાજકોટ શહેર તાજીયા કમિટિ પ્રમુખ આશિફભાઇ સલોત - મહામંત્રી યાકુબભાઇ પઠાણ - વાસિતભાઇ સમા - ઈલુભાઇ સમા, મજીદભાઇ સમા - શિલુભાઇ - શોહિલભાઇ કાબરા, નિઝામભાઇ હોથી - હારૂનભાઇ ગામેતી- શહેનાઝભાઇ સોની - ઈબ્રાહિમભાઇ સોની વિ. લઘુમતી આગેવાનો જહેમતો ઉઠાવી છે. ભાજના તમામ આગેવાનો નું ફુલહાર થી સ્વાગત કરેલ.

(3:32 pm IST)