Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કાલથી રૈયામાં વિશિષ્ટ પ્રકારની એ.સી. સીસ્ટમના કામનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મ્યુનિસીપલ કોર્પોરેશન, કલેકટર તથા રૂડાના રૂ.પ૯૧.૭૩ કરોડના વિવિધ પ્રોજેકટોને લીલીઝંડી આપશે : દેશના પ્રથમ ડિસ્ટ્રીક કુલીંગ સીસ્ટમવાળા સ્માર્ટ સીટીનો યશ રાજકોટનેઃ આ વિસ્તારમાં તમામ લાઇનો અંડર ગ્રાઉન્ડ, પાણીની લાઇન સાથે રીસાઇકલ પાઇપલાઇન તથા ડ્રેનેજ સહિતની રૂ.પ૪૮ કરોડના ખર્ચે માળખાકીય સુવિધા

રાજકોટ, તા., ૧૦: શહેરની ભાગોળે આવેલ રીંગ રોડ-ર લાગુ સ્માર્ટ સીટી વિસ્તારમાં તમામ લાઇનો અંડર ગ્રાઉન્ડ, સેન્ટ્રલ એસી કુલીંગ સીસ્ટમ, પાણીની લાઇન સાથે રિસાઇકલ પાઇપ લાઇન, ડ્રેનેજ સહિતની  માળખાકીય સુવિધાના કામનો પ્રારંભ  તથા મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર અને રૂડાના રૂ. પ૯૧.૭૩ કરોડના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહુર્ત આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમનો સંયુકત ડાયસ કાર્યક્રમનું આયોજન સાંજે ૪ કલાકે વોર્ડ નં. ૧૦માં નિર્માણ પામેલ કોમ્યુનીટી હોલ પાસેના મેદાન, એસએનકે સ્કુલની પાછળ , યુનિવર્સિટી રોડ ખાતે કરવામાં આવ્યું છે.

આ અંગે કોર્પોરેશનની સતાવાર માહીતી મુજબ  રૂ.૫૪૮ કરોડના ખર્ચે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને વિસ્તૃત  કરવામાં આવનાર છે. જેની વિગત આ સાથે સામેલ રાખેલ છે.

 સ્માર્ટ સિટી મિશન અન્વયે તા.૨૩ જૂન ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકારે જાહેર કરેલા વધુ ૩૦ શહેરોની યાદીમાં રાજકોટ શહેરનો સમાવેશ થયેલ છે.

સ્માર્ટ સીટી અતર્ગતનાં તમામ પ્રોજેકટનું ઝડપી તથા સરળ અમલીકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. ની રચના કરવામાં આવેલ છે,  તથા રાજકોટ સ્માર્ટ સીટી માસ્ટર પ્લાનને  IGBC દ્વારા ગ્રીન સીટી સર્ટીફિકેશન પણ આપવામાં આવેલ છે.

રાજકોટ દ્વારા ગ્રીન ફીલ્ડ એરીયામાં સ્માર્ટ સીટી ડેવલપ કરવા માટે પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે રૈયા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. ૩૨ તૈયાર કરવામાં આવી આ ટી.પી. સ્કીમનો વિસ્તાર ૯૩૦ એકર જેટલો છે. તેમજ આ વિસ્તારમાં સ્માર્ટ સીટી, અટલ લેઇક, મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર, સ્પોર્ટ્સ એરેના, ન્યુ રેસકોર્ષ વગેરે પ્રોજેકટને સાકાર કરવામાં આવશે.

સ્માર્ટ સિટી પ્રોજેકટમાં મુખ્ય બે કંમ્પોનેન્ટ છે.  (૧) એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ   (૨) પાન સિટી સ્માર્ટ સોલ્યુશનનો સમાવેશ કરવામાં આવેલ છે.

એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ અંતર્ગત ૯૩૦ એકરમાં ફેલાયેલ ટી.પી. ૩૨નાં સ્માર્ટ સીટી વિસ્તારમાં રૂ. ૫૪૮ કરોડનાં ખર્ચે વિવિધ સુવિધાઓ જેમ કે રોડ નેટવર્ક, ૨૪ હૃ ૭ વોટર સપ્લાય,રીસાયકલ વોટર, ડીસ્ટ્રીકટ કુલીંગ સીસ્ટમ, ડ્રેનેજ, યુટીલીટી ડકટ વગેરે સુવિધાઓ માટે રોબસ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે જેની વિગતો નીચે મુજબ છે.

રોડ નેટવર્ક

રોડ ડેવલપમેન્ટનાં ભાગરૂપે સ્માર્ટ સીટી  રૈયા વિસ્તારમાં કુલ ૨૧કી.મી. રોડ, રૂ. ૧૯૬ કરોડનાં ખર્ચે ડેવલપ કરવાનું આયોજન છે. જેમા ૬૦ મીટર, ૪૫ મીટર, ૪૦ મીટર, ૩૬ મીટર, ૨૪ મીટર તથા ૧૮ મીટર પહોળાઇનાં આર.ઓ.ડબલ્યુ. નાં રોડનો સમાવેશ થયેલ છે.

આ ઉપરાંત સ્માર્ટ સીટી વિસ્તારમાં અંદાજીત ૧૦.૫૦ કી.મી. લંબાઇમાં બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ ડેવલપ કરવામાં આવનાર છે.

૨૪ બાય ૭ વોટર સપ્લાય

સ્માર્ટ સીટી વિસ્તારમાં ૨૪ બાય ૭ વોટર સપ્લાય માટે  ૩૩ કી.મી. લંબાઇનાં પાઇપ લાઇન ડીસ્ટ્રીબ્યૂશન નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.

રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી ટ્રીટ થયેલ વોટર ૭૦૦ એમ.એમ. ડાયામીટરની પાઇપ લાઇન દ્વારા સ્માર્ટ સીટી વિસ્તારમાં રીઝરવોયર પર સગ્રહ થશે.

અંડરગ્રાઉન્ડ સ્ટ્રોરેઝ રીઝરવોયર પર એક દિવસની સગ્રહશકિત રહેશે. આ યોજનાનો અંદાજીત ખર્ચ રૂ. ૪૪ કરોડ થશે.

સીવરેજ સીસ્ટમ

સ્માર્ટ સીટી વિસ્તારમાં ડ્રેનેજ કલેકટીવ સીસ્ટમ તથા પમ્પિગ સ્ટેશન સાથેની સિવરેજ સીસ્ટમ તૈયાર કરવામાં આવનાર છે. જેમા ૩૨ કી.મી. લંબાઇનાં સીવર કલેકટીવ સીસ્ટમનો આયોજન કરવામાં આવેલ છે. જેમા જુદા જુદા ડાયામીટરનાં આર.સી.સી. પાઇપ તથા આર.સી.સી. મેનહોલનો સમાવેશ કરવામાં આવેલ છે.

રિસાયકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ

સ્માર્ટ સીટી વિસ્તારમાં હૈયાત એસ.ટી.પી.નાં ટ્રીટેડ પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સુધ્ધ કરી ભવિષ્યની વધારાની માંગને પહોચી વળવા સ્માર્ટ ૩૩ કી.મી. રીસાયકલ પાણીનાં નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સીસ્ટમ

ઓપન ચેનલ અને આર.સી.સી. બોકસ ડ્રેઇન નેટવર્કનાં સયોજન થી મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ ૩.૯ કી.મી. ઓપન ચેનલ અને ૩૭ કી.મી. બોકસ ડ્રેઇનનું બાંધકામ કરવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૭૪ કરોડ થશે.

સ્ટ્રીટ લાઈટીંગ

સ્માર્ટ સીટી પ્રોજેકટ માટે શેરી લાઇટીંગ અને એલાઇડ સપોર્ટ સીસ્ટમને ધ્યાનમાં લેવામાં આવી છે જેમા નીચે મુજબનાં મુખ્ય ઘટકો હશે.

એલ.ઈ.ડી. લુમિનેર, ગ્રુપ કંટ્રોલ અને મોનીટરીંગ. આ યોજના હેઠળ ૩૫૫૫ સ્માર્ટ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ નેટવર્ક તૈયાર કરવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ   રૂ. ૧૭.૭૦ કરોડ થશે.

પાવર કેબલ્સ માટે યુટીલીટી ડકટ્સ

પાવર કેબલ તથા ઓ.એફ.સી. કેબલ્સ નેટવર્ક મુકવા માટે સ્પેશીયલ આર.સી.સી. ડ્કટ્સ બનાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે.

આ યુટીલીટી ડ્કટમાં જુદા જુદા લેવલે ૧૬૪ કી.મી. લંબાઇની જ્ય્ભ્ ટ્રે નાખવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ   રૂ. ૧૦૨ કરોડ થશે.

ડીસ્ટ્રીકટ કુલીંગસિસ્ટમ

ડીસ્ટ્રીકટ કુલીંગ સિસ્ટમનો કન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પહેલીવાર અમલવારી કરવામાં આવનાર છે.

ડી.સી.એસએક ઉર્જા બચાવતું એર કન્ડીશનીંગ સીસ્ટમ છે, જે પરંપરાગતએર કન્ડીશનીંગ સીસ્ટમથી ૩૫ ્રુ જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે, આ સિસ્ટમ અંતર્ગત એક સેન્ટ્રલ સ્ત્રોત થી ઠંડુ પાણી  ભુગર્ભ પાઇપનાં માધ્યમથી બિલ્ડીંગ્સને પહોંચાડવામાં આવે છે.

સ્માર્ટ સીટી વિસ્તારમાં આવેલ રાજકોટ મહાનગરાપાલિકાનાં બિલ્ડીંગ, સરકારી ઇમારતો, રહેણાક વિસ્તાર, વ્યવસાયિક વિસ્તારો વિગેરેમાં ડી,સી.એસ. એર કન્ડીશનીંગ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

રાજકોટ સ્માર્ટ સીટીને લેન્ડ પાર્સલ ડેવલપર દ્વારા ન્યુનતમ તથા મહતમ એ.સી. ડીમાન્ડ જણાવવામાં આવશે, જે મુજબ રાજકોટ સ્માર્ટ સીટી ઓથોરીટી એર કંડીશનીંગ માટે ચીલ્ડ વોટરની વ્યવસ્થા કરી આપશે. આ યોજના હેઠળ ૯૦૦ મી.મી. થી ૧૫૦ મી.મી. ડાયા સુધીની ૩૧ કી.મી. લંબાઇની ડીસ્ટ્રીકટ કુલીંગ પાઇપલાઇન નાખવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૨૮ કરોડ થશે.

(3:17 pm IST)