Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સબીલના માટલામાં પાણી ભરી રહેલા સાબેરાબેનને કાર ચાલકે ઉલાળ્યા

બેડીપરા ફાયર બ્રિગેડ નજીક રાત્રીના બનાવઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦: બેડીપરા કબ્રસ્તાન પાસે રાત્રીના સબીલ માટે માટલામાં પાણી ભરી રહેલા મહિલાને કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં મહિલાને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતાં સાબેરાબેન જૂસબભાઇ શાહમદાર (ઉ.૪૫) ઘર નજીક રાત્રે સબીલના માટલાઓમાં પાણી ભરી રહ્યા હતાં ત્યારે ફોરવ્હીલની ઠોકરે ચડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(1:09 pm IST)