Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રેલનગરના રસિકગીરી ગોસ્વામીએ અટિકાના કારખાનામાં હાથ પર બ્લેડથી કાપા મારી લીધા

કારખાનામાં બીજા કર્મચારીની કનડગત અને શેઠના ઠપકાથી કંટાળી ગયા'તા

રાજકોટ તા. ૧૦: રેલનગર ડો. હેડગેવાર ટાઉનશીપ બી-૩૦૭માં રહેતાં રસિકગીરી ભુપતગીરી ગોસ્વામી (ઉ.૪૯) નામના બાવાજી પ્રોૈઢે રાતે સાડા અગિયારેક વાગ્યે અટીકામાં આવેલા રાજેશ મશીન ટૂલ્સ નામના કારખાનામાં હતાં ત્યારે પોતાની જાતે બંને હાથ પર બ્લેડથી કાપા મુકી લેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને યુવરાજસિંહે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

રસિકગીરી અને તેના બે પુત્રો રાજુભાઇ તથા અજયભાઇ કારખાનામાં સાથે જ કામ કરે છે. રસિકગીરીના પત્નિએ ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે સાથેના અન્ય કર્મચારીઓ મોરારીભાઇ અને રવિભાઇ અવાર-નવાર કારણ વગર મારા પતિ, છોકરાઓનો વાંક કાઢી શેઠને ચાડી ફુંકી આવતાં હોઇ તેના કારણે શેઠ તરફથી ઠપકો મળતો હોવાથી મારા પતિ કંટાળી જતાં તેણે પોતાના હાથે બ્લેડથી કાપા મુકી લીધા હતાં. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(1:05 pm IST)