Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

આઇઓસી કચેરીએ મોંઘવારીનું પુતળૂ લટકાવતાં ત્રણ કોંગી આગેવાન અને કાર્યકરની અટકાયત

રાજકોટઃ બંધના એલાન અંતર્ગત રેસકોર્ષ રીંગ રોડ પર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો માણસુરભાઇ વાળા, નરેશ સાગઠીયા અને વિજયભાઇએ રેસકોર્ષ રીંગ રોડ પર ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશનની કચેરીના ગેઇટ પર મોંઘવારીનું પુતળુ લટકાવી દીધુ હતું. જેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મહેશ્વરી, અમૃતભાઇ મકવાણા, રઘુવીરસિંહ વાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા સહિતે ત્રણેયની અટકાયત કરી પુતળુ કબ્‍જે કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

 

(5:42 pm IST)