Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મોરબી રોડ પર ગુલીયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાંચે ૪૦,૮૦૦નો દારૂ-બીયર જપ્‍ત કર્યો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ પર શાળા નં. ૭૭ સામે પાટાની બાજુમાં મફતીયાપરામાં રહેતાં ગુલીફો ગફારભાઇ કટારીયાના ઘરમાં દરોડો પાડી રૂા. ૪૦૮૦૦નો દારૂ-બીયરનો જથ્‍થો કબ્‍જે લીધો છે. જેમાં ૧૯૨ દારૂના ચપલા, ૧૨ બોટલો અને ૧૬૮ બીયરના ટીનનો સમાવેશ થાય છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્‍ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી,  હેડકોન્‍સ. સમીરભાઇ શેખ, અનીલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્‍સ. અજીતસ્‍ંિહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે અનિલભાઇ સોનારા, અજીતસિંહ પરમાર અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

 

(5:28 pm IST)