Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વિવેકાનંદનગરના ધોબી આધેડ અશોકભાઇ મોડાસીયા ગૂમ થયા

રાજકોટ તા. ૧૦: દેવપરા વિવેકાનંદનગર-૨માં રહેતાં ધોબી અશોકભાઇ જુઠાભાઇ મોડાસીયા (ઉ.૪૮) સાંજે ઘરેથી સુતા હનુમાન મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્‍યા બાદ લાપતા થતાં પોલીસને જાણ કરાઇ છે. અશોકભાઇને અડધા શરીરે પેરેલિસીસ છે તેમજ માનસિક તકલીફ પણ ધરાવે છે. તસ્‍વીરમાં દેખાતા આ વ્‍યક્‍તિ કોઇને જોવા મળે તો મો. ૯૯૭૪૩ ૬૩૧૮૩ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(5:25 pm IST)