Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પીએચ.ડી.ની છાત્રાને જાતીય સતામણીનો રીપોર્ટ કુલપતિને સોંપતી કૌર કમિટી

બાયોસાયન્સ ભવનના અધ્યાપક સંચાલક સામે ફરીયાદ : સીલબંધ કવર સીન્ડીકેટમાં ખુલશે

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનના એક અધ્યાપક દ્વારા પીએચ.ડી.ની છાત્રાની સતામણીની ફરીયાદ બાદ તપાસ સમિતિએ અહેવાલ કાર્યકારીને સોંપ્યો છે.

પીએચ.ડી.ની છાત્રાને બાયોસાયન્સ ભવનના અધ્યાપક પ્રો.પંચાલ દ્વારા જાતીય સતામણી થતી હોવાની ફરિયાદ કુલપતિ ડો. નિલાંબરીબેન દવેને મળતા તેમને વુમન હેરેસમેન્ટ ટીમને કરી હતી. આ અંગે સેલના કન્વીનર ડો. નીતાબેન ઉદાવત અન આઠ મહિલા પ્રોફેસરોએ ભવનના અધ્યાપકો-છાત્રો ને ફરિયાદીના નિવેદનો નોંધ્યા હતા.

વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા સીલબંધ અહેવાલ કુલપતિ નીલાંબરીબેનને સોપ્યો છે.

આ રીપોર્ટ કુલપતિને સોંપ્યા બાદ યુનિવર્સિટીની સર્વોચ્ચ્ય બોડી ગણાતી સીન્ડીકેટમાં ખુલ્લો થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(5:09 pm IST)