Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અટલ સરોવર-રેસકોર્ષ-ર નિર્માણ માટે ૧૦૦ કરોડનું ટેન્ડર

૧.૬૧ લાખ ચો.ફુટમાં વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક, પી.પી.પી. ધોરણે બનાવાશેઃ ટોયટ્રેન- જાયન્ટ વ્હેલ, એમ્ફી થીયેટર સહિતની સુવિધાઓઃ કાંકરિયા લેકની જેમ જ ડેવલપમેન્ટ થશે

રાજકોટ તા.૧૦: શહેરની ભાગોળે નવા રીંગ રોડ પર મ્યુ.કોર્પોરેશન દ્વારા આકર્ષક અને અદ્યતન રેસકોર્ષ-(ર) અને અટલ સરોવરનાં નિર્માણનો વિશાળ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત ૧૦૦ કરોડનું ટેન્ડર ટુંક સમયમાં જ પ્રસિદ્ધ કરાશે તેમ મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર કયુંર્ છે.

આ અંગે મ્યુ.કમિશ્નરએ વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, '' નવા રીંગ રોડ પર નિર્માણ થયેલ અટલ સરોવર આસપાસ અદ્યતન અને આકર્ષક રેસકોર્ષ-(ર) બગીચો અને ભવ્ય એમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ કુલ ૧.૬૧ લાખ ચો.મી. જગ્યામાં થશે.

આ રેસકોર્ષ-(ર)માં ટોયટ્રેન, જાયન્ટ વ્હેલ, એમ્ફી થિયેટર  સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે.

ટૂંકમાં અમદાવાદનું કાંકરિયા લેક જે પ્રકારે ડેવલપ કરવામાં આવ્યુ તે જ પ્રકારે પીપીપી ધોરણે આ અટલ સરોવર અને રેસકોર્ષ-ર નું  નિર્માણ થશે. આ માટે અંદાજે ૧૦૦ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરાશે.

કે. કે. પી. ચોક અંડરબ્રીજનાં ટેન્ડર

આ ઉપરાંત કમીશ્નરશ્રીએ જણાવેલ કે શહેરનાં કે.કે.વી. ચોકમાં અંડર બ્રીજ માટે પણ ટૂંક સમયમાં ટેન્ડરો પ્રસિધ્ધ કરાશે. ત્થા હોસ્પીટલ ચોકમાં ઓવર બ્રીજ માટે ટેન્ડરોની ડીઝાઇન તૈયાર થઇ રહી છે.

(4:21 pm IST)