Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રૂ. સાડા નવ લાખનો ચેક રિટર્ન થતાં આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૧૦ :.. રૂ. ૯ લાખ પ૦ હજારના ચેક રીટર્ન કેસમાં અદાલતે આરોપી સામે સમન્સ કાઢીને હાજર થવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ઠાકરશીભાઇ પાંચાભાઇ લીંબાસીયા, રહે. ગાયત્રી સોસાયટી, શેરી નં. ૩, મોરબી રોડ, રાજકોટના એ આઠ મહીના પહેલા રૂ. ૯,પ૦,૦૦૦ અંકે રૂપિયા નવ લાખ પચાસ હજાર પુરા તેમના કૌટુંબીક મામા ફોઇના ભાઇ કિશોરભાઇ સવદાસભાઇ અણદાણી રહે. પહેલો માળ, સદ્ગુરૂ સીંગ સેન્ટરની બાજુમાં આનંદ વિહાર હાઉસીંગ-૪, હસનવાડી મેઇન રોડ, રાજકોટના ને ઉછીના આપેલા હતાં. જે રકમ પરત માંગતા આ કામના આરોપીએ તેમના ખાતાનો રાજકોટ પીપલ્સ કો. ઓ. બેંક લી. દેવપરા બ્રાંચ, કોઠારીયા રોડ, રાજકોટનો ડીસ્ટ્રીકટ કો. ઓ. બેંક, સંત કબીર રોડ, બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફંડ્રસ ઇન્સફીસીયન્ટ ના શેરા સાથે પરત ફરેલ હતાં.

ફરીયાદીએ ચેક બિન ચુકતે પરત ફરેલ છે. તેની આ કામના આરોપીને રૂ. ૯,પ૦,૦૦૦ અંકે રૂપિયા નવ લાખ પચાસ હજાર પુરા ચુકવી આપવાની નોટીસ પાઠવેલી આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીએબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮  મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપી  કિશોરભાઇ સવદાસભાઇ અણદાણીને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(4:20 pm IST)