Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર સહિત ૧૦ની અટકાયત

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને અનુસંધાને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ કોંગી આગેવાનો કાર્યકરો બંધની અપીલ કરવા નીકળી પડ્યા હતાં.  આજે સવારે હજુ કોંગી આગેવાનો, કાર્યકરો બંધ પાળવાની લોકોને અપીલ કરવા નીકળે એ પહેલા જ તેની અટકાયતનો દોર પોલીસે શરૂ કરી દીધો હતો. જે અંતર્ગત વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટરો સહિતનાં  આગેવાનો વિવિધ વિસ્તારમાં બંધની અપીલ કરવા ફળી વળ્યા હતા ત્યારે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, કોંગી આગેવાન પ્રભાતભાઇ ડંાગર, કમલેશ કોઠીવાર, કરશનભાઇ મૂછડીયા, નલિનભાઇ પાટડીયા, સુલતાન ઘાડા, રમેશ મૂછડીયા, હેમલ પટેલ, યતીન પટેલ, સરલાબેન પાટડીયા સહિત ૧૦ આગેવાનોની માલવીયાનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં  આવી હતી. ઉપરોકત  તસ્વીરમાં વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટરો સહિતનાં આગેવાનો  તથા કોંગી આગેવાન પ્રભાતભાઇ ડાંગરની અટકાયત કરવામાં  આવી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અશોક બગથરીયા)

(4:19 pm IST)