Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

યુવા મોરચાના મહામંત્રી નેહલ શુકલની કોલેજ બંધ કરાવવાના પ્રયાસથી ભારે તડાફડી

રાજકોટઃ પેટ્રોલના ભાવ વધારા પ્રશ્ને આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ત્યારે રૈયા રોડ ઉપર ભાજપ યુવા મોરચાના મહામંત્રી નેહલ શુકલની કોલેજ બંધ કરવા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જયપાલસિંહ રાઠોડ, સુરેજ ડેર સહીતના કાર્યકરો ગયા હતા. બંધ કરાવતી વખતે કોલેજ સ્ટાફ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે તડાફડી બોલી હતી. આજે નેહલ શુકલ પ્રદેશ ભાજપના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ છે. આજના બંધના નેહલ શુકલની કોલેજ ચાલુ જ હતી. કોંગ્રેસના કાર્યકરો સુત્રોચ્ચાર કરીને નીકળી ગયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:17 pm IST)