Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મુખ્યમંત્રી ૧૪મીએ ફરી રાજકોટમાં, રાજયના ૧૬૦૦ કલાકારોનો મહાકુંભ

રાજકોટ તા. ૧૦ : રાજયના યુવા સેવા સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃતિઓના વિભાગ દ્વારા યોજાયેલ કલા મહાકુંભનો રાજય કક્ષાનો કાર્યક્રમ ૧૪ સપ્ટેમ્બરથી ૩ દિવસ માટે હેમુ ગઢવી હોલમાં યોજાનાર છે જેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ હાજરી આપનાર છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ સતાવાર રીતે જાહેર થયો નથી પણ સરકાર દ્વારા નિર્દષ મળતા જિલ્લા કક્ષાએ તૈયારી શરૂ થઇ ચુકી છે.

સ્થાનિકથી માંડી ઝોન કક્ષા સુધી યોજાઇ ગયેલ કલાક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ વચ્ચે રાજકોટમાં સ્પર્ધા થશે. આ કાર્યક્રમ કલા મહાકુંભ તરીકે ઓળખાય છે. પ્રથમ બન્ને દિવસ ૬પ૦-૬પ૦ અને ત્રીજા દિવસે ૩૦૦ મળી ૧૬૦૦ કલાકારો ભાગ લેશે રાજય કક્ષાનો કલા મહાકુંભ પ્રથમ વખત રાજકોટમાં યોજાઇ રહ્રયહ્યો છે.

(4:14 pm IST)