Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પોલીસ કોન્સ્ટેબલ અશોક રાઠોડે પ્રોફેસર બનવા નેટ પાસ કરી : Ph.D. પ્રવેશ લીધો

રાજકોટ તા. ૧૦ : યુનિ.કોેલેજોમા પ્રોફેસર બનવા માટેની યુજીસી નેટ પરીક્ષા દર વર્ષે હજારો ઉમેદવારો આપે છે પરંતુ ખૂબ જ ઓછી સંખ્યામાં ઉમેદવારો પાસ થાય છે ત્યારે અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલે નેટ પાસ કરી છે અને તેને પ્રોફેસર બનવુ હોઈ પીએચડીમાં પણ પ્રવેશ લીધો છે.

અમદાવાદના સરસુપરમાં પોલીસ લાઈનમાં રહેતા અશોક રાઠોડેઙ્ગ જુલાઈ ૨૦૧૭માં કોન્સ્ટેબલ બન્યા બાદ નવેમ્બર ૨૦૧૭માં નેટની પરીક્ષા આપી અને જે ૪૬ ટકા સાથે તેણે પાસ પણ કરી લીધી છે.આર્થિક પરિસ્થિત સારી ન હોવાથી અશોક યુજી થી માંડી પીજી કોમર્સનો અભ્યાસ પણ સરકારી કોલેજોમાંથી જ કર્યો છે. તેના પિતા એલઆઈસીમાં પટ્ટાવાળાની નોકરી કરે છે. પરંતુ અશોકને પ્રોફેસર બનવુ હોઈ તેણે મહેનત કરીને નેટ પાસ કરી.તે કહે છે કે મને પહેલેથી પ્રોફેસર બનવાની ઈચ્છા હતી અનેમ મારે ટેચિંગ લાઈનમાં જ આગળ વધવુ હતુ પરંતુ ઘરની પરિસ્થિતિને લઈને મેં ભણતા ભણતા કોન્સ્ટેબલની પરીક્ષા માટે તૈયારી કરી અને ગુજરાત કોમર્સ કોલેજમાં શિક્ષકોના ફંડમાંથી ચાલતા સરકારી કોચિંગ કલાસમાંથી કોચિંગ મેળવ્યુ અને કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી.

આર્થિક પરિસ્થિતિઙ્ગ સારી નઙ્ગ હોવાથી અશોક પાસે નેટ પરીક્ષાના પ્રાઈવેટ કોચિંગના રૂપિયા ન હતા પરંતુ તે કહે છે કે મારે પ્રોફેસર બનવુ જ હતુ જેથી મે નેટની તૈયારી કરી ચાલુ કરી અને જેનું કોચિંગ પણ સરકારી ગુજરાત કોમર્સ કોલેજમાંથી મેળવ્યુ. નેટ પાસ કર્યા બાદ નવાઙ્ગ નિયમો પ્રમાણે પ્રોફેસર બનવા માટે પીએચડી પણ જરૂરી હોવાથી મને ગુજરાત યુનિ.ના કોમર્સ વિભાગના પ્રોફેસર ગુરૂદત્ત જપીએ પીએચડી કરવાની સલાહ આપી અને પીએચડી પ્રવેશ માટે પ્રપોઝલ તૈયારઙ્ગ કરવાથી માંડી દરેક તબક્કે મદદ પણઙ્ગ કરી.મે નેટઙ્ગ પાસ કરી હોવાથી પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી મને મુકિત મળી હતી અને પરંતુ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાંથી પ્રવેશ માટે લાયક ૬૦થી૭૦ ઉમેદવારોમાંથી કોમર્સ માટે ૩૧ જેટલા ઉમેદવારોની પસંદગી થઈ અને જેમાં મારો ૧૯મો નંબર હતો.જો કે મારે એકાઉન્ટસીમાંથી પીએચડી કરવુ હતુપરંતુ એકાઉન્ટસીમાં ગુજરાત યુનિ.માં ખૂબ જ ઓછી બેઠક છે.(૨૧.૯)

(12:09 pm IST)