Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટમાં સવારે બંધની આંશિક અસર : વાહન વ્યવહાર ચાલુ

શાળા - કોલેજોમાં રજા જાહેર : સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ : બંધની અસર નહિં: શહેરભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : કેનાલ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ આંશિક બંધઃ રાજકોટમાં સવારે બજારો બંધ : કોંગી કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા

રાજકોટ, તા. ૧૦ : પેટ્રોલ - ડિઝલના સતત વધી રહેલા ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે રાજકોટ શહેરમાં સવારે બંધની આંશિક અસર જોવા મળી છે. મોટાભાગની બજારો ચાલુ છે. કોંગી કાર્યકરો શહેરમાં બંધ કરાવવા નીકળ્યા છે પણ તેઓની અટકાયત કરાયાનું જાણવા મળે છે. શહેરભરમાં વ્હેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

દરમિયાન કેનાલ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ જેવા વિસ્તારો આંશિક બંધ હોવાનું જાણવા મળે છે. કોંગી કાર્યકરો સવારે બજારો બંધ કરાવવા નીકળા હતા.  પરંતુ ત્યારે જ તેઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાયાનું જાણવા મળે છે.

શહેરના મવડી, ઉપલો કાંઠો, ભાવનગર રોડ, આજી ચોકડી સહિતના વિસ્તારો ધમધમતા હોવાનું અને બંધની કોઈ અસર ન હોવાનું જાણવા મળે છે.(૩૭.૫)

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ સીટી-બીઆરટીએસ બસ ચાલુ

 રાજકોટઃ કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આજ સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છેઃ શહેરમાં સવારથી સીટી બસ-બીઆરટીએસ બસ રાબેતા મુજબ દોડી રહ્યાનું તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ

(12:06 pm IST)