Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

એકરંગ ચિલ્‍ડ્રન્‍સ ડેવલોપમેન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટની દિવ્‍યાંગ દિકરીઓનું કલેકટરને રક્ષા કવચ

રાજકોટ : આવતીકાલે રક્ષાબંધનનો ભાઇ-બહેનના પ્રેમ-વિશ્વાસનો અતૂટ નાતો દર્શાવતો પવિત્ર તહેવાર છે, તેની પૂર્વ સંધ્‍યાએ આજે કલેકટર કચેરી ખાતે રાજકોટની એકરંગ ચિલ્‍ડ્રન્‍સ ડેવલોપમેન્‍ટ ઇન્‍સ્‍ટીટયુટની ૮ થી ૧૦ દિવ્‍યાંગ દિકરીઓએ રાજકોટ કલેકટર કચેરી ખાતે આવી કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને રક્ષા બાંધી - રક્ષા કવચ આપ્‍યું હતું, તમામ દિકરીઓ સંસ્‍થાના શ્રી દિપીકાબેન સાથે આવી કલેકટર તથા અન્‍ય અધિકારીઓને મળી હતી, રક્ષા બાંધી શુભેચ્‍છા પાઠવી હતી.

(4:30 pm IST)