Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સ્‍વામિનારાયણ ગુરૂકુળમાં ફળોના હિંડોળા દર્શનઃ કાલે સુકામેવાનો સુંદર શણગાર

રાજકોટ : શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ ખાતે મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે વિવિધ શણગાર સાથેના હિંડોળા દર્શન રાખવામાં આવે છે. સવારની આરતીથી  સાંજની આરતી સુધી હિંડોળા દર્શન થઇ શકે છે. સંતોના આશીર્વાદથી હરિભકતો જહેમત ઉઠાવી રહ્યા છે. આજે કેળા, સફરજન, મોસંબી વગેરેના ફળોના હિંડોળા દર્શન છે. આવતીકાલે ગુરૂવારે રક્ષાબંધનના દિવસે સવારે ૬.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી જાતજાતના સુકામેવાથી હિંડોળાને શણગાર કરવામાં આવશે. ૩૮ કિલો જેટલા સુકામેવાનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ભાવિકોને હિંડોળા દર્શનનો લાભ લેવા માટે ગુરૂકુળ પરિવારે નિમંત્રણ પાઠવેલ છે.

(3:49 pm IST)