Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સતત બીજા દિવસે રાજકોટમાં રૈયા રોડ - માધાપર વીજ સબ ડિવીઝનમાં દરોડા : ૧૨ લંગરીયા પકડાયા : ૧૦ મીટરો કબ્‍જે

રાજકોટ તા. ૧૦ : આજે સતત બીજા દિવસે વીજ તંત્રની ૩૨ ટીમોએ બે સબ ડિવીઝનમાં વીજચોરી જડપી લેવા દરોડા પાડયા છે.

રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવીઝન-૨ હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં રૈયા રોડ સબ ડિવીઝનમાં આરએમસી સ્‍લમ વિસ્‍તાર, બંસીધર પાર્ક-૧, રૈયા ગામ, રંભામાંની વાડી, આરએમસી આવાસ, હિંમતનગર ક્ષેત્રમાં તો માધાપર સબ ડિવીઝનમાં સંતોષીનગર, શંકર ટેકરી, મનહરપુર-૧ અને ૨, ઘંટેશ્વર, કલ્‍યાણનગર, માધાપર, નવરંગપરા વિસ્‍તારમાં સવારથી ચેકીંગ ટીમો ત્રાટકી છે.

પ્રારંભમાં બે કલાકમાં જ ૧૨થી વધુ લંગરીયા દ્વારા થતી વીજચોરી ઝડપી લેવાઇ છે, ૧૦ મીટરના શંકાસ્‍પદ બાબતે પડીકા વાળી લેવાયા છે, બપોર સુધી ચેકીંગ ચાલશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે, ગઇકાલે ૧૬ લાખની વીજચોરી રાજકોટ સીટી-૩ ક્ષેત્રમાં ઝડપી લેવાઇ હતી.

(3:18 pm IST)