Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

નવુ શૈક્ષણિક સત્ર નહી શરૂ કરવા અને ફી માફી અંગે મહેશ રાજપૂતની સફળ રજૂઆત

૧ જુને પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરાયેલ

રાજકોટ, તા.૧૦: રાજયમાં કોરોનાં સંક્રમણની સ્થિતિમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ નહી કરવા અને વિદ્યાર્થીઓને ૬ મહીનાની ફી માફી બાબતે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે કરેલ રજૂઆત સફળ રહ્યાનું તેઓની યાદીમાં જણાવાયુ છેે.

યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી મહેશભાઈ રાજપૂત જણાવે છે કે ગત તા.૧ જુનના રોજ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મહેશભાઈ રાજપૂત દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, રાજયના નાયબ મુખ્યમંત્રી, રાજયના શિક્ષણ મંત્રી, અને રાજયના શિક્ષણ સચિવશ્રીને રજૂઆત કરવામાં આવેલ.

આ રજુઆતમાં રાજયમાં કોરોના મહામારી અને તેના પગલે લોકડાઉનની સ્થિતિમાં મુકાયા હતા આ સમય ગાળામાં સર્વે નાગરિકો આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય પ્રવૃતિઓ ઠપ્પ થઇ ગયેલ તેમજ શિક્ષણ કાર્ય તદ્દન બંધ હતું અને ઓનલાઈન શિક્ષણની પ્રક્રિયા ગોકળગાયની ગતી શરૂ હતી.

તેમજ નવા શૈક્ષણિક સત્ર શરુ થવાની ગતિવિધિઓ તેજ થયેલ તેમજ આ મહામારી હજુ પણ પુરેપુરી કાબુમાં આવેલ નથી અને આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને આ મહામારીનું સંક્રમણ થવાની શકયતાઓ વધુ હોય અને જયાં સુધી આ મહામારી જયાં સુધી કાબુમાં ન આવે ત્યાં સુધી નવા શૈક્ષણિક સત્ર શરુ ન કરવા અપીલ અને વિનંતી કરેલ હતી.

તેમજ આ લોકડાઉનમાં આર્થિક સ્થિતિઓ પર ગંભીર અસર થઇ હોવાથી શિક્ષણના હિતમાં આર્થિક કારણોસર વિદ્યાર્થીઓને ડ્રોપઆઉટ અટકાવવા પણ અપીલ તથા વિનંતી કરેલ, વધુમાં શાળા કોલેજોમાં પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા છ માસની ફી સરકાર ભોગવે તે રીતે માફ કરવા રજૂઆત કરેલ હતી.

શ્રી રાજપૂતે જણાવ્યું કે કેટલાક શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફરજીયાત એડવાન્સ ફી વસુલવામાં આવે છે અને તે બાબતે અવારનવાર શિક્ષણ વિભાગના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવે છે અને તંત્ર શાળાના  સંચાલકોને નોટીસ આપી અને મન મનાવી લ્યે છે અને દંડની કે કોઈપણ કડક કાર્યવાહી ન થવાની બાબતો હોય ત્યારે આ તમામ બાબતો પ્રત્યે સરકારમાં મહેશભાઈ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને તેના રાજયમાં ઘેરા પડઘા પડયા છે.

આમ ઉપરોકત કોરોના મહામારીના પરિસ્થિતિમાં વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં કરેલ રજૂઆતને પગલે રાજય સરકારના સંયુકત શિક્ષણ નિયામક દ્વારા મહેશભાઈ રાજપૂતને તા.૩૦ જૂનના લેખિત પ્રત્યુતરમાં જણાવાયું છે કે 'કોરોના મહામારીના પરિસ્થિતિમાં વાલી અને વિદ્યાર્થીઓના હિતમાં કરેલ રાજયાત બાબતે આપના દ્વારા કરવામાં આવેલ સૂચનો યોગ્ય છે. જેને જરૂરીયાત મુજબ અમલવારી કરવામાં આવશે.

(3:28 pm IST)