Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરિયાની ગ્રાંટમાંથી ર૯ લાખના વિકાસ કામો

રાજકોટ તા.૧૦ :  રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત  દ્વારા અનેક માળખાગત સુવિધા વધારવા વિકાસના કામો જિલ્લા પંચાયત દ્વારા થઇ રહેલા  છે. જેમાં ગત વર્ષ ર૦૧૯-ર૦ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાની સ્વૈચ્છીક ગ્રાંટમાંથી રૂ.ર૯ લાખની વધુના ગ્રામ પંચાયતો દ્વારા સુચવેલા કામોનો થયા છે. એટલે કે અંદાજે રૂ.ર૯ લાખના વિકાસના કુલ ૧ર કામો સાકાર થયા છે.

જેમાં ગોંડલ તાલુકાના મોટા દડવાગામે રોડ બનાવવાનું કામ રૂ.૪.૮ લાખના ખર્ચે અને મોટીખીલોરી ગામે માધ્યમીક શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ રૂ.૩ લાખના ખર્ચે  અનીડા ભાલોડી ગામે પેવર બ્લોક પાથરવાનું કામ રૂ.ર લાખના ખર્ચે ખંભાલીડા ગામે રૂ.૧ લાખ ખર્ચે બૌધ્ધ ગુફા પાસે સ્ટોર રૂમ બનાવવાનું કામ તથા રૂ.૧ લાખના ખર્ચે વીજળીકરણની સુવિધાનું કામ ધરાળા ગામના પાદરમાં અવેડો બનાવવાનું કામ રૂ. ર લાખના ખર્ચે થયેલ છે. જયારે ખાંડાધાર ગામે કન્યા શાળા અને કુમારશાળા પાસે પેવર બ્લોકનું કામ વગેરેનો સમાવેશ થાય છે.

(3:27 pm IST)