Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ભલે કેસ વધે, ભલે કોરોના કાળ બને...અમે નહિ જ સુધરીએ...કાયદાનું ઉલ્લંઘન કરતાં પ૧ની ધરપકડ

સમય પુરો થયા પછી પણ દૂકાનો ખુલ્લી રાખનારા, ભીડ ભેગી કરનારા, રિક્ષામાં બે થી વધુ મુસાફરો બેસાડનારા, સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કરનારા માસ્ક નહિ પહેરનારા, જાહેરમાં થુંકનારા, રાત્રી કર્ફયુનો ભંગ કરનારા ઝપટે ચડયાઃ પોલીસ કડક બની પણ લોકો હજુયે બેજવાબદાર

રાજકોટ તા.૧૦ : કોરોનાના સતત વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી છે. તેમ છતાં કેટલાક લોકો હજુ પણ જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસે કાયદાની વધુ કડક અમલવારી શરૂ કરી છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં દુકાન ખુલ્લી રાખનારા વેપારી તથા રીક્ષામાં બે થી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા  ચાલકો તેમજ દુકાનની બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ ન જાળવનારા વેપારીઓ, માસ્ક ન પહેરનારા, જાહેરમાં થુંકનારા, રાત્રી કર્ફયુનો ભંગ કરનારા, સહિત પ૧ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ ચોકમાંથી જીઝે-૩ એલ જે. ૯૮પ૪ નંબરની રીક્ષામાં બેથી વધુ મુસાફરોને બેસાડનાર રાજુ મુનીર હુસેન વાલેરા, મહિલા કોલેજ અંડરબ્રીજ પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા ઇમરાન રજાકભાઇ ઇશાણી, પેલેસ રોડ, વર્ધમાનનગર-રમાં દુકાન ખુલ્લી રાખનાર વેપારી પ્રતિક ગુલાબભાઇ વાગડીયા, કોઠારીયાનાકા પાસેથી વસીમ રફીકભાઇ નાગોરી, સંજય મંગાભાઇ જાદવ, પાર્થ અનીલભાઇ દાવડા, યાજ્ઞીક રોડ પરથી સતીષ મનસુખભાઇ ચૌહાણ, ધનજી ગોવિંદભાઇ વાઘેલા, તથા બી ડીવીઝન પોલીસે કેસરી હિન્દ પુલ પરથી ઇબ્રાહીમ બાબુભાઇ મીયાણા, રાકેશ રમેશભાઇ શીંગાળા, બેડી ચોકડી પાસેથી મહમદ યુસુફભાઇ આરબ, રૂકેશ ભગુભાઇ, રઘુવીરસિંહ અનિરૂદ્ધસિંહ ઝાલા, પંકજ જીતેન્દ્રભાઇ વાઘેલા, કેસરી પુલ પરથી નીલેષ ઘોઘાભાઇ મકવાણા, કાર્તિક રાણાભાઇ બાંભણીયા, કાર્તિક મનુભાઇ પરમાર, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી દેવજી મુળજીભાઇ ચાવડા, આશીફ અબ્દુલભાઇ સુમરા, એહમદરઝા, અયુબખાન સીપાઇ, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી હાર્દિક અલ્કેશભાઇ ચોકસી, રાજન અલ્કેશભાઇ ચોકસી, ઇમરાન અબ્બાસભાઇ સમા, ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોકમાંથી નદીમ નુરમહંમદભાઇ સપ્પા, ઇલ્યાસ જમાલભાઇ પરમાર, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી જીજે-૬ બી એકસ ૬પ૦ નંબરની રીક્ષમાં સાત મુસાફરોને લઇને નીકળેલા ભીમા વસરામભાઇ સીંધવ, અને જીજે.૧૪ એકયુ-પ૪૧૮ નંબરના એકટીવામાં ત્રણ સવારી નીકળેલા પ્રદીપ જેન્તીભાઇ દેવગાણીયા, તથા માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ, કોટેચા ચોક, પાસેથી દિવ્યેશ મનહરભાઇ સોનગરા, દોઢસોફુટ રોડ, પુનીતનગર પાણીના ટાંકા પાસેથી નીકુંજ મનહરભાઇ સોનગરા, મવડી આનંદ બંગલા ચોક પાસે વોકીંગમાં નિકળેલા રાહીલ અશોકભાઇ હરસોડા, ઉમીયા ચોક પાસેથી જીતેન્દ્ર લીલાભાઇ ગાલોરીયા, મવડી ચોક પાસેથી વિજય ભુપતભાઇ વાઘેલા, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ, હનુમાન મઢી ચોક પાસેથી જીજે ૩ એ ડબલ્યુ ૭૪૭પ નંબરની રીક્ષામાં બે થી વધુ  પેસેન્જર લઇને નિકળેલા જગમાલ દેવાભાઇ દુદકીયા, હનુમાનમઢી ચોક પાસે મીરા ફેશન્સ નામની રેડીમેઇડ કપડાની દુકાન ખુલ્લી રાખી ભીડ એકઠી કરનાર અમીન અબ્દુલ મહંમદભાઇ વિરાણી, બજરંગવાડી પોલીસ ચોકી સામેથી જીજે ૩૬ યુ-ર૮૮૧ નબરની રીક્ષામાં પાંચ મુસાફરોને લઇને નિકળેલા સાહીલ યુનુસભાઇ કુરેશી, ગાંધીગ્રામ લાખના બંગલા પાસેથી નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણ, હર્ષ ભાવેશભાઇ જાદવ તથા તાલુકા પોલીસે પાટીદાર ચોક પાસેથી મનોજ દેવસીભાઇ લુકાસીયા, જયેશ જયંતીભાઇ બગડા, જીતેન્દ્ર પ્રેમજીભાઇ ચાવડા, મવડી ચોકડી પાસેથી અનીલ ભગુભાઇ સોલંકી, નીતીન વિનોદભાઇ સોલંકી, વાવડી ચોકી પાસેથી અમિત ગીરજાશંકર સાંકળીયા, કટારીયા ચોકડી પાસેથી ધવલ હસમુખભાઇ દોમડીયા, કેવીન જીતેન્દ્રભાઇ ચાવડા, બાપાસીતારામ ચોકમાંથી અમિતગીરી હસમુખગીરી ગૌસ્વામી, મનીષગીરી પ્રવિણગીરી ગૌસ્વામી, તથા યુનિવર્સિટી પોલીસે ભગતસિંહ ગાર્ડન પાસે ગાંધી સોડા શોપ પાસે માણસો એકઠા કરનાર અભી પ્રદીપભાઇ કારીયા, રામાપીર  ચોકડી પાસે જાનકી કોમ્પ્લેક્ષ, હરસિદ્ધિ ડીલકસ પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ ન જાળવનાર પ્રદિપ ઉર્ફે ભીખા માલદેભાઇ વાઢેર, આકાશવાણી ચોકમાંથી ધવલ વસંતભાઇ ડાવર, તથા યુનિવર્સિટી રોડ એચ.પી.પેટ્રોલ પંપ પાસેથી મન્દીપ મુકેશભાઇ લોટીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

લોકો જવાબદાર બને અને નિયમોનું પાલન કરે તો પોલીસને પણ ગુના દાખલ કરવા પડે નહિ. કોરોના વધી રહ્યો છે. ત્યારે સૌએ જાતેજ પોતાના રક્ષક બનવું નિયમો પાળવા જરૂરી છે

(2:42 pm IST)