Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

નિયમીત પ્રાણાયામ કરો શ્વસનતંત્રને મજબૂત બનાવો

હુંફાળા પાણીમાં થોડું મીઠુ નાખી કોગળા કરવાઃ ડો.ડી.પી.મહેતા- જયંત ઠાકર

રાજકોટઃ પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકર (મો.૯૮૨૪૮ ૨૬૭૨૮) અને ર્વૈદ્યરાજ ડો.ડી.પી.મહેતા (મો.૯૪૨૮૦ ૮૮૮૪૨)ની સંયુકત યાદીમાં જણાવે છે કે, કોરોના ફીવર- વાયરસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને તેના વિષે થોડી જાણકારી મળી રહે એ ઉદ્દેશથી ઉપયોગી માર્ગદર્શન- માહિતી લોકહિતાર્થે આપવામાં આવેલ છે.

આ રોગ સામે રક્ષણ મેળવવા અને તેનાથી બચવા તથા તેને આગળ વધતો અટકાવવા અંગેની તકેદારી- ઉપાયો

 કોરોના વાયરસનો ખોટો ભય- દરનો માહોલ દુર કરીને સૌ સાથે મળીને જનજાગૃતિ લાવીએ.

 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજય દ્વારા આ રોગ અંગેનું અપાતું માર્ગદર્શન- સૂચનોનું યોગ્ય રીતે પાલન કરવું કે, તેને અનુસરવું હિતકારક છે. ચેપ સામે રક્ષણ મેળવવા અંગે આપણે જેમ મેલેરિયા, કોલેરા, ટાઈફોઈડ, કમળો વગેરેના રોગચાળા વાવર વખતે જે જે નિયમો પાળીએ છીએ તે આ રોગના રોગચાળા વખતે પાળવા જરૂરી છે. ચોખ્ખાઈના નિયમોના અજ્ઞાનને લીધે રોગચાળો ઝડપથી ફેલાય છે.

 સૂર્યનો પ્રકાશ તો ખાસ આશીર્વાદરૂપ છે, એ મહાન જંતુધ્ન છે.

 ઘર અને ફળિયું ખુબ ખુબ ચોખ્ખા રાખવા. સફાઈ અને સ્વચ્છતા ખુબ જાળવવા, ચોખ્ખાઈની ખુબ તકેદારી રાખવી.

 હાથ ધોયા વગર ખાયાની ટેવ, ગંદા અને દુષિત પદાર્થો અડયા બાદ હાથ ન ધોવાની ટેવ વગેરે કુટેવોને લીધે રોગના ઉપદ્રવો ઝડપથી ફેલાય છે.

 કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શકિત વધારના ઉપાયો- પ્રયત્નો કરવા જરૂરી છે. જેમ કે રોજના ૧૦ થી ૧૨ તુલસીના પાન ચાવવા, આયુર્વેદના સરળ- નિર્દોષ ઔષધો સુદર્શન, ગળો ચૂર્ણ, કડુ- કરિયાતું, વાવડીંગ, જેઠી મધ, અરડુસી, અશ્વગંધા, રસાયણ ચૂર્ણ જેવા પ્રભાવશાળી ઔષધોનું વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ યોગ્ય માત્રામાં સેવન કરતા રહેવું. જમવામાં સુંઠનો પાવડર, લીંબુ, હળદળ, લસણ, આદું, મરી વગેરે લેતા રહેવું. ચૈત્ર માસમાં આખો મહિનો લીમડાનું વિધિસર સેવન કરેલ હશે તો બહારના ચેપી રોગના જંતુઓ સામે તેને પ્રતિકાર કરવા આપણું શરીર સક્ષમ હશે એટલે કે કોરોના વાયરસ જેવા ચેપી રોગોથી બચી શકાશે. કોરોનાના ચેપમાં તાવ એક મુખ્ય લક્ષણ છે. મહર્ષિ ચરકે અમુક પ્રકારના તાવમાં ભગવાન શંકર- પાર્વતીજીનું પૂજન, વિષ્ણુ સહસ્ત્ર નામના પથ-સ્તુતિ સાવચેતીપૂર્વક વિધિવત કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. ચરક ચિકિત્સા સ્થાન અધ્યાય-૩ શ્લોક ૩૧૦ થી ૩૧૪

 શ્વસનતંત્રને મજબુત કરવા નિયમિત પ્રાણાયામ કરવાની ટેવ પાડવી.

 સવાર-સાંજ જમ્યા બાદ હુંફાળા પાણીમાં થોડું મીઠું (નિમક) નાખી તેના કોગળા કરવા.

 બહારનું ખાવા- પીવાનું ટાળવું, માંસાહારનો ત્યાગ કરવો તથા દારૂ, બીડી, સિગારેટ વગેરેનું વ્યસન હોય તો તેનાથી દુર રહેવું.

(2:39 pm IST)