Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

કેબીન પાર્લરો, સ્પામાં ક્રાઇમ બ્રાંચનું ઓચિંતુ ચેકીંગ

રાજકોટઃ શહેરમાં ઠેકઠેકાણે કેબીન પાર્લરો અને સ્પામાં છાનગપતીયા અને ન થવાનું થતું હોવાની ફરિયાદોને પગલે જે તે વિસ્તારની પોલીસ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા સમયાંતરે સ્પા અને કેબીન પાર્લરોમાં દરોડા પાડવામાં આવે છે. થોડા દિવસો પહેલા પ્ર.નગર પોલીસે ચોૈધરી હાઇસ્કૂલ આસપાસના કેબીન પાર્લરોમાંથી આઠ કપલોને પકડી લઇ તેના વાલીઓને બોલાવ્યા હતાં. તેમજ કેબીન પાર્લરના સંચાલકોને કડક ભાષામાં સુચના આપી હતી. દરમિયાન આજે ક્રાઇમ બ્રાંચની ટીમે અચાનક જ અમિન માર્ગ, રૈયા ચોકડી પાસે, ચોૈધરી ચોક પાસેના કેબીન પાર્લરો અને સ્પામાં દરોડા પાડી તપાસ કરી હતી. જો કે કંઇ વાંધાજનક મળ્યું નહોતું. રહેણાંક વિસ્તારોમાં અને શિક્ષણના સ્થળો આસપાસ સ્પા, પાર્લરો ચાલતાં હોઇ તેમાં છાત્રા-છાત્રો કે બીજા કપલ્સ છાનગપતીયા કરતાં હોવાની ફરિયાદોને પગલે પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી તથા એસીપી ક્રાઇમની સુચના અંતર્ગત સમયાંતરે આ રીતે ચેકીંગ થતું રહે છે.(ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:48 pm IST)