Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપનાર સરકાર ૯ વર્ષે પણ નિષ્‍ફળઃ ભટ્ટી-મકવાણા-અનડકટ-મુંધવા

રાજકોટ તા.૧૦: દેશભરમાં સત્તા હાંસલ કરવા તત્‍કાલીન ગુજરાતના સીએમ અને હાલના પીએમએ ૨૦૧૪માં ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્‍યું હતું. જેના ૯ વર્ષ વીતી ગયા છતાં સરકાર પોતે આપેલા વચનમાં નિષ્‍ફળ નીવડી છે અને ઉલટું રાધણગેસનો બાટલો ૧૦૦૦  પર પહોંચાડી દીધો હોવાનું કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલ અનડકટ અને રણજીત મુંધવાએ આક્રોશ વ્‍યકત કરતા એક યાદીમાં જણાવેલ છે.

વધુમાં જણાવાયું છે કે ભાજપ સરકાર ગરીબ વિરોધી સરકાર હોય તેવું ફલિત થઇ રહ્યું છે. ૧૦૦ દિવસમાં મોંઘવારી કાબુમાં લેવાના બણગાં ફૂંકતી સરકારના પાપે આજ મોંઘવારી બેકાબુ બની ગઇ છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે સરકારે કેરોસીન પણ આપવાનું બંધ કરી દીધું છે આવી કટોકટી વચ્‍ચે કોંગ્રેસ સરકારમાં ૩૫૦મા મળતા રાંઘણગેસનો બાટલો વધુ ૫૦ રૂપિયા મોંઘો કરી ૧૦૦૦ રૂપીયાએ પહોંચાડી દીધો છે.

બહેનોને ચુલાના ધુમાડામાંથી મુકિત અપાવવાનું કહી પહેલા સિલિન્‍ડર આપ્‍યા અને પછી એ જ સિલિન્‍ડરના ભાવો ૩ ગણા કરી નાખ્‍યા અને સબસીડી પણ બંધ કરી દીધી ભાજપ સરકારના પાપે ફરી ચૂલાનો જમાનો આવે તો નવાઇ નહીં તેવા પ્રહારો શ્રી ભટ્ટી, શ્રી મકવાણા,  અનડકટ અને શ્રી મુંધવાએ કરેલ છે.

(6:01 pm IST)