Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ભાર્ગવ આર.ઠાકર ગૃહમંત્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પર

લોન સેવાને સ્‍ટેન્‍ડિંગ કમીટીની બહાલી

રાજકોટ,તા. ૧૦: મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સેક્રેટરી સ્‍વ.રામકૃષ્‍ણ ઠાકરના સુપુત્ર અને જાણીતા યુવા કવિ શ્રી ભાર્ગવ ઠાકર મહાનગરપાલિકામાં સબઓડીટર તરીકે ફરજ બજાવે છે. તેમની રાજ્‍યના ગૃહ અને યુવા સેવા સાંસ્‍કૃતિક વિભાગના રાજ્‍ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ગાંધીનગર સચિવાલય કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમણુક થતા તેમણે નવી જવાબદારી સંભાળી લીધી છે. આજે કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટિની બેઠકમાં તેમની લોન સેવાને બહાલી અપાયેલ છે.  મો. ૯૮૨૪૨ ૦૦૨૯૩  ગાંધીનગર.

(3:52 pm IST)