Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વોર્ડ નં.૧૮માં ૬.૩૧ કરોડના ખર્ચે રસ્‍તા કામો તથા ૭૦ લાખના ખર્ચે નવીન આંગણવાડી બનશે : સ્‍ટેન્‍ડીંગની હરીઝંડી

કોર્પોરેટરો સંજયસિંહ રાણા, સંદિપ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણાના પ્રયત્‍નો સફળ

રાજકોટ, તા. ૧૦ : વોર્ડ નં-૧૮માં રૂ.૬,૩૧,૫૪,૨૮૧/-નાં ખર્ચે નવા રસ્‍તા કામ તથા રૂ.૭૦,૦૩,૫૯૬/-નાં ખર્ચે ૭-આંગણવાડી બનાવવા સહિત વિકાસ કામો સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂર થતા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદિપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા એ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત કર્યો હતો.   

આ અંગે વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટરોએ જણાવ્‍યું હતું કે, વોર્ડ નં.૧૮ના વિસ્‍તારવાસીઓની માંગણી અનુસંધાને મ્‍યુનિસિપલ કમિશનરએ સ્‍થાયી સમિતિમાં દરખાસ્‍તો રજુ કરેલ. જે આજ રોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની  મિટીંગમાં   દરખાસ્‍તોને  મંજુર કરતાં.વોર્ડ નં.૧૮માં રૂ.૬,૩૧,૫૪,૨૮૧/-નાં ખર્ચે નવા રસ્‍તા કામ તથા રૂ.૭૦,૦૩,૫૯૬/-નાં ખર્ચે ૭-આંગણવાડી બનાવવાનું કામ મંજૂર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરશ્રીઓએ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત  કરેલ. વોર્ડ નં.૧૮માં રૂ. રૂ.૬,૩૧,૫૪,૨૮૧/- નાં ખર્ચે નવા રસ્‍તા કામ તથા રૂ.૭૦,૦૩,૫૯૬/-નાં ખર્ચે ૭-આંગણવાડી વિસ્‍તારમાં  બનતા આ વિસ્‍તારનાં લોકોના પ્રશ્નોનો મહદ્દ અંશે હલ થશે.

(3:51 pm IST)