Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સમસ્‍ત પાટડીયા સોની પરિવાર દ્વારા સોમવારે પાટડીમાં સતીમા રતનબાનો પાટોત્‍સવ ધામધુમથી ઉજવાશે

રાજકોટ તા. ૧૧ : સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર હળવદિયા-પાટડીયા, વાગડીયા-પાટડીયા, મેથાણીયા -પાટડીયા, જાંબુડીયા-પાટડીયાના સતિમાં રતનબા ૨૫ મો રજત જયંતિ પાટોત્‍સવ તા. ૧૬ ના સોમવારે પાટડી મુકામે યોજવામાં આવેલ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે પાટડી ખાતે યોજાયેલ આ નવકુંડ નવચંડી યજ્ઞનો  પ્રારંભ સવારે ૮ કલાકે, ધ્‍વજારોહણ ૯ કલાકે, સતિમાની ચુંદડી સવારે ૯.૩૦ કલાકે અને ૧૨ વાગ્‍યે શ્રીફળ હોમવામાં આવશે. બપોરે ૧ વાગ્‍યાથી મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. અંદાજીત ૧૨૦૦ થી વધુ પાટડીયા પરિવારો ઉમટી પડે તેવી તૈયારીઓ કરાઇ છે.

સતિમા ધજાના મુખ્‍ય યજમાન તરીકે રાજનભાઇ પંકજભાઇ પાટડીયા, સતિમાની ચુંદડીના યજમાન અ.નિ. વસંતભાઇ વાઘજીભાઇ સોની, નવચંડી યજ્ઞના મુખ્‍ય યજમાન અરૂણભાઇ સોની, કિરણભાઇ સોની, કિશનભાઇ સોની, નવચંડી યજ્ઞનના સહ યજમાન લક્ષ્મીચંદ પોપટભાઇ પાટડીયા, મહાપ્રસાદના યજમાન અ.નિ. વસંતભાઇ વાઘજીભાઇ સોની હસ્‍તે કુંદનબેન વસંતભાઇ સોની, અરૂણભાઇ સોની, કિરણભાઇ પાટડીયા, મોહનથાળ મહાપ્રસાદના યજમાન ચેતનભાઇ રસીકભાઇ પાટડીયા છે.

સમસ્‍ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર સતિમા સેવા ટ્રસ્‍ટના હોદેદારો હસુભાઇ હરજીવનદાસ પાટડીયા - અમદાવાદ મોહનલાલ ચુનીલાલ પાટડીયા - ભુજ, જયસુખભાઇ પોપટલાલ પાટડીયા - સામખીયાળી, હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા - હળવદ, અશ્વિનભાઇ ઝવેરચંદ પાટડીયા - રાજકોટ, કારોબારી કાર્યવાહક કમીટી મેમ્‍બર દીલીપભાઇ નારણજી પાટડીયા - અંજાર કચ્‍છ, આશિષભાઇ રમેશચંદ્ર પાટડીયા - ગાંધીધામ કચ્‍છ, કલ્‍પેશભાઇ ખુશાલભાઇ પાટડીયા - આદીપુર કચ્‍છ, બ્રિજેશભાઇ વિનોદભાઇ પાટડીયા - ગાંધીધામ કચ્‍છ, નવનિતભાઇ કલ્‍યાણજી પાટડીયા આદીપુર કચ્‍છ, પ્રેમજીભાઇ જેરામભાઇ પાટડીયા - ગાંધીધામ કચ્‍છ, મનોજભાઇ નરભેરામભાઇ પાટડીયા - નખત્રાણા કચ્‍છ, દિનેશભાઇ ત્રિભોવનભાઇ પાટડીયા - ભચાઉ કચ્‍છ, મનુભાઇ અંબાલાલ પાટડીયા - ભચાઉ કચ્‍છ, પ્રકાશભાઇ ભગવાનજીભાઇ વાગડીયા - અમદાવાદ, હરીશભાઇ જયંતીલાલ પાટડીયા - અમદાવાદ, વિરેન્‍દ્રભાઇ રતિલાલ પાટઠડીયા - અમદાવાદ, કમલેભાઇ ભરતભાઇ પાટડીયા - વિરરમગામ, કિરણભાઇ વસંતભાઇ પાટડીયા - લુણસર, જયસુખભાઇ જમનાદાસ પાટડીયા - વાંકાનેર, તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા - રાજકોટ, કમલેશભાઇ ગીરધરલાલ પાટડીયા - રાજકોટ, કલ્‍પેશભાઇ હસમુખલાલ પાટડીયા - રાજકોટ, નિલેશભાઇ શાંતિલાલ જડીયા - ગોંડલ, વિશાલભાઇ શાંતિલાલ પાટડીયા - મોરબી, વસંતલાલ રતિલાલ પાટડીયા - સુરેન્‍દ્રનગર, દીલીપભાઇ ચંપકલાલ પાટડીયા - આસોદર બોટાદ, રાજેશભાઇ ધીરજલાલ પાટડીયા - કંઠલાલ, ધવલભાઇ જયેશભાઇ પાટડીયા - બહુચરાજી, ચંદ્રેશભાઇ દિનેશચંદ્ર પાટડીયા - રાણપુર બોટાદ, વિરલભાઇ જયંતિલાલ પાટડીયા - પાટડી, ભરતભાઇ ચીમનલાલ પાટડીયા - ડભાણ-ખેડા-નડીયાદ, ઉમંગભાઇ દીલીપકુમાર પાટડીયા - કઠલાલ, યશભાઇ સોની - કઠલાલ, સાંજનભાઇ ઘનશ્‍યામભાઇ પાટડીયા - અમદાવાદ, પ્રદિપભાઇ હિંમતભાઇ પાટડીયા - અમદાવાદ, જીજ્ઞેશ નટવરલાલ - રાજકોટના માર્ગદર્શન હેઠળ સમગ્ર મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

 રાજકોટથી પાટડી જવા પેલેસ રોડ આશાપુરા મંદિર ખાતેથી બસની વ્‍યવસ્‍થા પણ કરાઇ છે. જેમાં જોડાવા ઇચ્‍છુકોએ ધીરૂભાઇ પાટડીયા, અંબીકા રોલપ્રેસ, બોઘાણી શેરી, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૯૮૭૯૫ ૨૪૦૩૪, જીતુભાઇ પાટડીયા દિગ્‍વીજય રોડ મો.૯૭૧૨૬ ૭૪૦૪૮, વિજયભાઇ પાટડીયા મો.૯૭૧૪૭ ૫૮૩૭૫ નો સંપર્ક કરી શકા.ે ભુજથી પાટડી જવા માટે બસ વ્‍યવસ્‍થા કરેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયસુખલાલ પોપટલાલ પાટડીયા, મોહનલાલ ચુનીલાલ પાટડીયા, હર્ષદભાઇ શાંતિલાલ પાટડીયા, નિલેશભાઇ શાંતિલાલ જડીયા, જીજ્ઞેશભાઇ નટવરલાલ વાગડીયા, કમલેશભાઇ હસમુખભાઇ પાટડીયા, કમલેશભાઇ ગીરધરભાઇ પાટડીયા નજરે પડે છે.

(3:31 pm IST)