Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શાળા નં.૯૩ને શર્વ ફાઉન્‍ડેશને દત્તક લીધીઃ આધુનિકરણ

શાળામાં જરૂરીયાત મુજબનું ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર, બાળકોને શાળાએ આવવું ગમે તેવું વાતાવરણ ઉભુ કરાશેઃ બાળકોને સારૂ શિક્ષણ મળી રહે એ દિશામાં પ્રયત્‍ન હાથ ધરાશે

રાજકોટ,તા.૧૦: શિક્ષણનું શ્રેયએ રાષ્‍ટ્રના વિકાસનું શ્રેય છે. શિક્ષણએ આજનાં સમયની માંગ છે. શિક્ષણથી જ સમાજ અને રાષ્‍ટ્ર મજબુત થશે. રાજકોટનાં મુઠીભર- ચુનંદા સુખી સંપન્‍ન પરિવારનાં નવાજવનો ગરીબ પરિવારના બાળકોને ઉતમ શિક્ષણ મળી રહીે એ માટે આગળ આવ્‍યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૯૩ કે જયાં ગરીબ અને પછાત વર્ગનાં બાળકો- અભ્‍યાસ કરે છે. આવા બાળકોના ઉત્‍કર્ષ અને સર્વાંગી વિકાસ માટે શર્વ ફાઉન્‍ડેશન શાળાને દતક લઈ આધુનિકરણ કરવાનો સંકલ્‍પ કરી યજ્ઞનો આરંભ કર્યો છે.

આ અંગેની માહિતી આપતા શર્વ ફાઉન્‍ડેશનના પ્રણેતા રાકેશભાઈ ભાલાળા, ચૈતન્‍યભાઈ સિંહાર, સાવનભાઈ કાકડીયા, વિશાલભાઈ લાખાણી, દિનેશભાઈ વારોતરીયા તેમજ સાવનભાઈ વોરાએ જણાવ્‍યું છે કે આજે જરૂર છે. શિક્ષણની દરેકને શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર છે. શાળાનં.૯૩ શર્વ ફાઉન્‍ડેશને દતક લીધી છે. આગામી દિવસોમાં એમને આધુનિક સ્‍વરૂપ અપાશે. એક મોડલ સ્‍કુલનું સ્‍વરૂપ ધારણ કરશે. જેમાં દાતાઓ શિક્ષણનાં હિમાયતીઓને આગળ આવવા અનુરોધ કરાયો છે. શાળાનં.૯૩માં ૬૦૦ બાળકો અભ્‍યાસ કરે છે. આ શાળામાં માળખાગત ફેરફારો કરાશે. જેમાં લોકભાગીદારી ઉમેરાશે. શાળાની જરૂરીયાત મુજબનું ઈન્‍ફાસ્‍ટ્રકચર, બાળકોને શાળાએ આવવુ ગમે તેવું વાતાવરણ ઉભુ કરાશે, ખાનગી શાળાથી ઉતરવી ન હોય તેવી આધુનિક શાળાનું નિર્માણ કરાશે. માત્ર ઈન્‍ફાસ્‍ટ્રકચર જ નહિ પરંતુ બાળકોને સાચુ અને સારૂ શિક્ષણ મળી રહે એ દિશામાં પણ પ્રયત્‍ન હાથ ધરાશે. હાલ જરૂરીયાત મુજબની સુવિધાઓ ઉભી કરાશે.

ઉપરોકત તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શર્વ ફાઉન્‍ડેશનના રાકેશ ભાલાળા મો.૯૩૭૬૫ ૯૦૪૦૦, ચૈતન્‍યભાઈ સિંહાર મો.૯૪૨૮૯ ૧૫૮૧૬, સાવનભાઈ કાકડીયા મો.૯૪૨૮૨ ૩૩૩૯૬, વિશાલભાઈ લાખાણી મો.૯૬૬૨૧ ૨૮૯૬૨, દિનેશભાઈ વારોતરીયા મો.૯૯૯૮૦ ૦૮૫૩૯ તેમજ સાવનભાઈ મો.૮૧૨૮૯ ૦૦૧૦૦ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:52 pm IST)